વડોદરા :શુક્રવારની સવારથી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav) ચર્ચાના ચગડોળે ચગ્યા છે. પહેલા તો તેમણે ગાંધીનગરમાં બેસેલા અધિકારીઓને લાફો મારવાની વાત કરી હતી, અને બાદમાં મીડિયા કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મી સાથે હાથાપાઈ કરી હતી. ગુસ્સામાં આવીને પોતાનું કન્ટ્રોલ ગુમાવી ચૂકેલા મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મચારીનો કેમેરો છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. એટલું જ નહિ, આટલે ન અટક્યા હોય તેમ પોતાની દબંગાઈ દાખલીને અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. 


દીકરીની ઉંમરની સ્ટુડન્ટ પાસે પ્રોફેસર હરેશ ઝાલાએ કરી શરીર સુખની માંગણી, સૌરાષ્ટ્ર યુનિ.નો કલંકિત કિસ્સો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓ કામ ના કરતા હોવાનો ગુસ્સો વાઘોડિયાના ધારાસભ્યએ મીડિયા કર્મીઓ પર ઉતાર્યો હતો. મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મી પાસેથી કેમેરો છીનવી લીધો હતો. પત્રકારે પૂછેલા સવાલોથી મધુ શ્રીવાસ્તવ ભડક્યા હતા અને પત્રકારને અપશબ્દો પણ કહ્યાં હતા. તો બીજી તરફ, મીડિયા કર્મીઓ સાથે વાઘોડિયાના ધારાસભ્યના અયોગ્ય વર્તન બદલ ભાજપે લાલ આંખ કરી છે. આ મામલે પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, પ્રજાના પ્રતિનિધિએ પોતાના અસલી સ્વભાવને જાહેરમાં ના લાવવો જોઈએ.


ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવે ગુસ્સામાં આવીને કરી લાફા મારવાની વાત... જુઓ શું કહ્યું...


ભરત પંડ્યાએ આ અંગે નિવેદન આપ્યું કે, ધારાસભ્યોએ પોતાની વાત યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરવી જોઈએ. પ્રભારી મંત્રીઓ, મંત્રીઓ, મુખ્યમંત્રી સ્તરે રજૂઆત કરવી જોઈએ. સેવાસેતુના માધ્યમથી લોકોના પ્રશ્નો ઉકેલાય છે. ફક્ત પબ્લિસીટી માટે આ પ્રકારના નિવેદનો ન કરવા જોઈએ. ધારાસભ્યએ પોતાના વાણી અને વર્તન પર સંયમ રાખવો જોઈએ. તો બીજી તરફ, મીડિયા કર્મચારી સાથેના અભદ્રતા મામલે કોંગ્રેસના નેતાઓએ ભાજપને આડે હાથ લીધું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક