દીકરીની ઉંમરની સ્ટુડન્ટ પાસે પ્રોફેસર હરેશ ઝાલાએ કરી શરીર સુખની માંગણી, સૌરાષ્ટ્ર યુનિ.નો કલંકિત કિસ્સો

ગુજરાતમાં એ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને લાંછનરૂપ ઘટના એક બાદ એક સામે આવી રહી છે. યુનિવર્સિટીમાં અવારનવાર PhD કરવા માટે ગીધડ ગાઇડની જાતીય સતામણીનો ભોગ વિદ્યાર્થીનીઓ બની રહી છે. ગઇકાલે ગુરૂવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને PhD કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માંગ કરવામાં આવી હતી. માત્ર એટલું જ નહિ, પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે. પ્રોફેસર ઝાલા દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. હાલ સમગ્ર ભાંડો ફૂટતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર ઝાલા હાજર ન રહેતા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તેમજ યુનિવર્સિટીએ ઝાલાની ચેમ્બર સીલ કરી દીધી છે.

Updated By: Jan 24, 2020, 02:06 PM IST
દીકરીની ઉંમરની સ્ટુડન્ટ પાસે પ્રોફેસર હરેશ ઝાલાએ કરી શરીર સુખની માંગણી, સૌરાષ્ટ્ર યુનિ.નો કલંકિત કિસ્સો

રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતમાં એ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને લાંછનરૂપ ઘટના એક બાદ એક સામે આવી રહી છે. યુનિવર્સિટીમાં અવારનવાર PhD કરવા માટે ગીધડ ગાઇડની જાતીય સતામણીનો ભોગ વિદ્યાર્થીનીઓ બની રહી છે. ગઇકાલે ગુરૂવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને PhD કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માંગ કરવામાં આવી હતી. માત્ર એટલું જ નહિ, પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે. પ્રોફેસર ઝાલા દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. હાલ સમગ્ર ભાંડો ફૂટતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર ઝાલા હાજર ન રહેતા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તેમજ યુનિવર્સિટીએ ઝાલાની ચેમ્બર સીલ કરી દીધી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોફેસરની કથિત ઓફિયો ક્લિપ મામલે યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર હરેશ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આજે મકર રાશિમાં શનિનો પ્રવેશ, 3 રાશિની સાડાસાડી શરૂ, સર્જાશે ઉથલપાથલ

ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કમિટીના ચેરમેન પ્રફુલાબેન રાવલે સહિત 5 સભ્યો હાજર રહ્યા હતા. ચેરમેન પ્રફુલાબેન રાવલે જણાવ્યું હતું કે, બેઠકમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયો ક્લિપ સાંભળવામાં આવી છે. કમિટી દ્વારા હરેશ ઝાલાને રૂબરૂમાં બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવશે.

ઓડિયો ક્લિપમાં જે યુવતીનો અવાજ છે તે યુવતીએ હજુ સુધી યુનિવર્સિટીને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. જો ફરિયાદ આવશે તો અમે આગળ કાર્યવાહી કરીશું. ઓડિયો ક્લિપમાં જ યુવતીનો અવાજ છે તે યુવતી ગમે ત્યારે જાતીય સતામણી નિવારણ કમિટી પાસે ફરિયાદ નોંધાવી શકે છે. પ્રોફેસર ઝાલાનો મોબાઇલ કબ્જે લેવો તે ઓથોરીટીનું કામ છે મારૂ કામ નથી. કમિટી તટસ્થાપૂર્વક નિર્ણય લેશે, અગાઉ સસ્પેન્ડ કરેલાના પણ દાખલા છે.]

મુકેશ અંબાણીના ઘરની બહાર તૈનાત ગુજરાતના જવાનના હાથથી ભૂલથી ટ્રિગર દબાઈ ગઈ, અને પછી...

અગાઉ યુનિવર્સિટીમાં જાતીય સતામણીના કિસ્સામાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલ ડિસમીસ થઇ ચૂક્યા છે. જ્યારે અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર રાકેશ જોશી આવા જ પ્રકરણને કારણે તાજેતરમાં FSL વોઇસ ટેસ્ટીંગ માટે તે હાજર પણ ન રહ્યા. જો કે આ મુદ્દે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, પ્રોફેસર જોશી સામે પણ હાજર ન રહ્યા તે મુદ્દે કાર્યવાહી થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ બે પ્રોફેસરો પીએચડીની લાલચમાં વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તન કરી ચૂક્યા છે. જેમાં એક છે ડોક્ટર નિલેષ પંચાલ જેવો બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર હતાં. જેઓને વિદ્યાર્થિની સાથે ગેર વર્તન કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકે તેમને ડિસમિસ કર્યા છે. બીજા પ્રોફેસર ડોક્ટર રાકેશ જોષી છે, જેઓ અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર છે. તેમને એક વિદ્યાર્થીનીને બળજબરીથી ચુંબન કરવાની કોશિશ કરી હતી. આ કેસમાં યુનિવર્સિટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેનો કેસ હાલ ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક