ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવે ગુસ્સામાં આવીને કરી લાફા મારવાની વાત... જુઓ શું કહ્યું...
વડોદરામાં ભાજપના વધુ એક ધારાસભ્ય સરકારથી નારાજ છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કામને લઈને અધિકારી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેઓ મહેસૂલ મંત્રાલયથી નારજ છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઈલ પેન્ડિંગ હોવાથી અલગ-અલગ વિકાસના કામો ના થતા હોવાથી તેઓએ રાજીનામાની ચીમકી આપી હતી.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં ભાજપના વધુ એક ધારાસભ્ય સરકારથી નારાજ છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કામને લઈને અધિકારી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેઓ મહેસૂલ મંત્રાલયથી નારજ છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઈલ પેન્ડિંગ હોવાથી અલગ-અલગ વિકાસના કામો ના થતા હોવાથી તેઓએ રાજીનામાની ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરામાંથી સતત ત્રીજા દિવસે બીજા ધારાસભ્યના રાજીનામા વાત આવી છે.
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે મંદિર બનાવવા બાબતે કૌશિક પટેલ સાથે વાત થઈ છે પરતું અધિકારીઓ કૌશિક પટેલનું પણ સાંભળતા નથી. અધિકારીઓને રૂપિયા નથી મળતા એટલે ‘જોઈશું કરીશું...’ તેવા જવાબ આપે છે. સરકાર મંજૂરી આપે કે ન આપે હું મંદિર બનાવીને જ રહીશ. તો સાથે જ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપી કહ્યું કે, મંદિર માટે મંજૂરી ન આપનારા અધિકારીઓને લાફો મારીશ. અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
ધારાસભ્યો બિચારા પૂનમ ભર્યા કરે છે
પોતાના નિવાસસ્થાને વાત કરતા મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મંજૂરી અહી મળી ગઈ છે, પણ ગાંધીનગર ધક્કા ખાવા પડશે. પણ જો અમારા રાજીનામા પડશે તો ગુજરાતમાં ઘણા લોકોના રાજીનામા પડશે. વિકાસના કામ અમારા તો થાય છે, પણ પહેલીવાર કે બીજીવાર ચૂંટણી જીતનારા ધારાસભ્યો બિચારા પૂનમ ભર્યા કરે છે. હકીકતમાં તો મંગળવાર ધારાસભ્યને મળવાનો દિવસ હોય છે, ત્યારે તેઓ લાઈનમાં ઉભા રહેતા હોય છે. ધારાસભ્યની વાત કરો અને નિર્ણય લેવાના પ્રાયસ કરો. પાર્ટીના વડાને વિનંતી છે કે, સમજી જાઓ. અભિમાનમાં ન રહો. અભિમાન તો રાજા રાવણનું નથી રહ્યું, તો કોઈનું રહેવાનુ નથી. મંત્રી બન્યા છો તો પ્રજાના હિતના કામ કરો. નહિ કરો તો પ્રજા તમને ધકેલી દેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે