ઝી ન્યૂઝ/નર્મદા: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં તમામ પક્ષો લાગી ગયા છે. કોઈ સંમેલનો કરી રહ્યું છે કોઈ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યું છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મિશન 182ને ધ્યાનમાં રાખી મેદાનમાં ઉતરી રહ્યું છે અને આ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાસે જડબેસલાક પ્લાન પણ છે. શું છે પાટીલનો પ્લાન અને કેવી રીતે ભાજપ પાર પાડશે મિશન 182?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરની ગાદી પર બેસવા માટે આદિવાસી મતો જરૂરી છે. આ વાત દરેક પાર્ટી જાણે છે અને એટલે જ આદિવાસી મતો અંકે કરવા માટે સમરાંગણ સર્જાઈ રહ્યું છે. કોંગ્રેસ ઓબીસી સંમેલન કરી રહી છે તો ભાજપના પ્રદેશ પ્રમુખે આદિવાસી મતો મેળવવા માટે મોરચો સંભાળ્યો છે. નર્મદા જિલ્લામાં સી. આર. પાટીલ પહોંચ્યા અને રોડ શો કરી આદિવાસીઓના ગઢમાં વિપક્ષને હરાવવાનો સંકલ્પ કર્યો.


નર્મદામાં કાર્યકરોને સંબોધન કરતા સી. આર. પાટીલે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા. કોરોના કાળમાં પીએમ મોદીએ કરેલા કામની વાત કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષે પહેલાની સરકાર પર કટાક્ષ કર્યો. નર્મદા જિલ્લો BTPનો ગઢ ગણાય છે. એમાં પણ ગુજરાતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટીએ મોટા દાવો રમ્યો છે અને આ ચક્રવ્યૂહ તોડવા માટે ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ મેદાને આવ્યા છે. 


અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટા પર આદિવાસી મતદારો પ્રભાવી છે. દાહોદમાં સભા કરીને પ્રધાનમંત્રી મોદીએ મેસેજ તો આપી દીધો છે. ત્યારે પાટીલનો આ દાવ કેટલો સફળ થાય છે એ તો ચૂંટણીના પરિણામો જ બતાવશે.


શું છે ગુજરાતમાં આદિવાસી જ્ઞાતિનું ગણિત?
મહત્વનું છે કે, ગુજરાતમાં આદિવાસી જ્ઞાતિનું ગણિત ખુબ જ ભારે છે. તેના પર નજર કરીએ તો 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓનું રાજ્યમાં 38 બેઠકો પર મોટું પ્રભુત્વ ધરાવે છે. જેમાં ગુજરાતનો દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે. એટલે કે આદિવાસી પૂર્વ પટ્ટીના 14 જિલ્લા ભાજપનું 182 બેઠકોનું સપનું સાકાર કરી શકે છે. પરંતુ તેના માટે ભાજપે એક આગવી વ્યૂરચનાથી ચાલવું પડશે. મહત્વનું છે કે 27 અનામત બેઠકોમાંથી 15 બેઠકો પર કોંગ્રેસનો કબજો છે જ્યારે 2 બેઠકો પર BTPનો હાલ કબજો છે. જ્યારે ભાજપ પાસે માત્ર 9 બેઠકો જ છે. ત્યારે BTPના ગઢમાં ગાબડું પાડીને નર્મદાની 2 બેઠકો અંકે કરવા ભાજપ મથામણ કરી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ પાસે રહેલી 15 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો છીનવવા માટે ખુબ જ મહેનત કરવી પડે એમ છે.


નોંધનીય છે કે, નર્મદામાં સીઆર પાટીલ આજે જણાવ્યું હતું કે, માં નર્મદાના તટે રેલી કાઢી મને એમ કે રેલી હશે પણ ખૂબ મોટો રેલી નીકળ્યો છે. આખા ગુજરાતમાં આ ખૂબ મોટો રેલો જોઈ સામે વાળાને ઉમેદવાર નહિ મળે. એટલે ઉમેદવારી નહિ કરે અને બીજેપીમાં જોડાઈ જશે. પ્રધાનમંત્રી આદિવાસી ઉત્કર્ષની વાત કરે છે. આદિવાસી ભાઈઓ આજે પ્લેન લઈને ઊંડે છે. આદિવાસીઓ માટે કેન્દ્ર અને ગુજરાત સરકારની BJP સરકાર કામ કરે છે.


વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2022: કોરોનાના 2 વર્ષમાં 5 લાખ 24 હજાર 611ના મોત, જ્યારે કેન્સરથી 1 વર્ષમાં 13 લાખ 50 હજારના મોત


પાટિલે જણાવ્યું હતું કે, રાજપીપળામાં ૧૦ કરોડનાં ખર્ચે સાયન્સ સેન્ટર મંજૂર થયું. નર્મદામાં એક સાથે ૧૦ કરોડ મંજૂર કર્યા તે બદલ સીએમને અભિનંદન... દરેકને લોકોને પાકા રસ્તા આપ્યા હવે ખેતરને સિંચાઇ અને કાચા રસ્તા માટે બીજેપી તૈયારી કરીને બેઠી છે. નર્મદા તટે દરેક ખેતરને પાણી પણ મળશે. પાટિલે જણાવ્યું હતું કે, આજથી 100 વર્ષ પહેલાં બીમારી નહિ પણ ભૂખમરાથી લોકો મર્યા હતા, પણ આ કોરોના કાલમાં વેક્સિનની શોધ થઈ અને આપડે સલામત છીએ. દરિયાઈ માર્ગે બંધ હતો છતાં આપણા દેશનાં વિજ્ઞાનિકોએ વેક્સિન શોધી. એ મોદી સાહેબની કુનેહ છે. તેમણે દરેકને મફત વેક્સિન આપી. દેશનાં દરેક લોકોને સુરક્ષિત કર્યા, તેમણે એક નહિ બે ડોઝ નહીં પણ પિકોશન ડોઝ આપીને લોકોને સુરક્ષિત કર્યા છે. 


સીઆર પાટિલે જણાવ્યું હતું કે, 2014 પહેલાના પ્રધાનમંત્રી ધીમી ગતિનાં સમાચાર હતા. તેમના સમયમાં કોરોના આવ્યો હોત તો તેઓ પાંચ વર્ષ કશું વિચારતા નહિ. પણ સદનસીબે 2014 માં મોદી સાહેબ પીએમ હતા અને એના કારણે આપણો જીવ બચી ગયો. આજે પણ આપણને બે વર્ષથી મફત રાશન મળે છે. જેને કારણે એક પણ વ્યક્તિ ભુખો સૂતો નથી. મોદી સાહેબની આ યોજનાને કારણે દરેકને ભોજન મળે છે. કોઈ દેશે મફત વેક્સિન કે અનાજ મફત આપ્યું નથી. ઉપરાંત પાડોશી દુશ્મન દેશોથી પણ બચાવ્યા છે. આતંકવાદી હુમલાઓને સાફ કર્યા છે.


તેમણે ઉમેર્યું હતું કે, પહેલા પણ આજ પોલીસ અને આ જવાન હતા, પણ સરકાર પાસે વાત કરવાની હિંમત ન હતી. મોદી સરકારે દેશને સુરક્ષિત કર્યો. મોદી સાહેબ દેશને સુરક્ષિત કરવા હંમેશાં પ્રયત્નશીલ છે. આપ સહુને વિનંતી કરવાની કે ભૂપેન્દ્ર પટેલ અને મોદી સાહેબની દરેક પેજ સમિતિનાં સભ્યોએ તાકાત બતાવવાની છે. મોદી સાહેબનાં અશ્વમેઘ યજ્ઞનો ઘોડો નીકળી પડ્યો છે, એને બાંધવાની રોકવાની કોઈની તાકાત નથી કેમ કે આટલી મોટી સેના તેનું રક્ષણ કરે છે.


તેમણે જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં આજે મેસેજ આપ્યો છે કે જિલ્લાના આદિવાસી સભ્યો બીજેપીની પડખે છે તમને અભિનંદન...દરેક લોકો અલગ અલગ કામનું સૂચન કરે છે તે બધા કામો આપણે પુરા કરીશું. કાલે પણ દરેક કાર્યકર્તાઓને મળીને તેમણે સાંભળીશ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube