વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2022: કોરોનાના 2 વર્ષમાં 5 લાખ 24 હજાર 611ના મોત, જ્યારે કેન્સરથી 1 વર્ષમાં 13 લાખ 50 હજારના મોત
World No Tobacco Day 2022: કોરોનાને લીધે 2 વર્ષ અને 2 મહિનામાં 5 લાખ 24 હજાર 611 લોકોનાં સત્તાવાર મૃત્યુ થયાં છે, જ્યારે કે તમાકુથી છેલ્લા 1 વર્ષમાં જ ભારતમાં અંદાજે 13 લાખ 50 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે..
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: આજે 31 મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ તમાકુનું વ્યસન એ સદીની સૌથી મોટી મહામારી કોરોના કરતા પણ ખતરનાક છે. કોરોનાને લીધે 2 વર્ષ અને 2 મહિનામાં 5 લાખ 24 હજાર 611 લોકોનાં સત્તાવાર મૃત્યુ થયાં છે, જ્યારે કે તમાકુથી છેલ્લા 1 વર્ષમાં જ ભારતમાં અંદાજે 13 લાખ 50 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે..
આ રીતે જોઈએ તો ભારતમાં રોજના 3 હજાર 699 લોકો તમાકુના વ્યસનથી થતી કેન્સર સહિતની અલગ-અલગ બીમારીઓના કારણે મોતને ભેટે છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે તમાકુનો શિકાર 12થી 17 વર્ષની વયના યુવાનો વધુ થાય છે, આ પાછળનું કારણ ક્યારેક કઈક નવું કરવાની જિજ્ઞાસા હોય છે તો ક્યારેક અન્ય કરતાં પોતે મોટા છે એવું સાબિત કરવાની લાલસા પાછળ સગીર વયે વ્યક્તિ વિવિધ વ્યસનોનો શિકાર થાય છે.
તમાકુની ખરાબ અસર મુખ્યત્વે ઉધરસ અને ગાળામાં બળતરાની સાથે શરૂ થાય છે અને સમય જતાં તે હદય રોગ, શ્વાસનળીનો સોજો, ન્યુમોનિયા સ્ટ્રોક અને ઘણા પ્રકારનાં કેન્સર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ સહિત વધુ ગંભીર પરિસ્થિતી પણ સર્જી શકે છે, જેમાં સૌથી ગંભીર અને વધુમાં વધુ જોવા મળતી સમસ્યા ઓરલ કેન્સર એટલે કે માઉથ કેન્સર છે.
તમાકુનું સેવન કરવાથી થાય છે આટલી ગંભીર બીમારીઓ
તમાકુ અને તેનાથી બનેલા પદાર્થોનું સેવન કરવાને કારણે ફેફસાનું કેન્સર, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન, લિવર કેન્સર, મોઢાનું કેન્સર, ડાયાબિટીઝનો ખતરો, હૃદય રોગ કોલોન કેન્સર અને મહિલાઓને બ્રેસ્ટ કેન્સર જેવી ઘણા પ્રકારની ગંભીર બીમારીઓ થઈ જાય છે.
આ બીમારીઓ વિશે વિચારતા જે લોકો તમાકુ કે તેનાથી બનનારા પાન મસાલા અને સિગારેટનું સેવન કરી રહ્યાં છે, તેણે તમાકુનું સેવન છોડી દેવું જોઈએ. આ ન માત્ર તેના સ્વાસ્થ્ય માટે પરંતુ તેની આસપાસમાં રહેતા લોકો માટે પણ એક વરદાન સાબિત થશે.
છતાં પણ નથી પડતો ફેર
તમે તે જાણીને ચોંકી જશો કે વિશ્વભરમાં દર વર્ષે તમાકુના સેવનથી લાખો લોકો જીવ ગુમાવે છે. તેમ છતાં ખોરાક પુરવઠો સિવાય કોઈ મોટા સ્તર પર તમાકુથી બનેલા વિભિન્ન ઉત્પાદકો વિરુદ્ધ ક્યારેય આકરા પગલાં ભરવામાં આવ્યા નથી.
એટલું જ નહીં, ભણેલા લોકો પણ તમાકુના ઉત્પાદન પર લખવામાં આવેલી ચેતવણીને નજરઅંદાજ કરતા બેધડક તેનું સેવન કરે છે. આ કારણે તે તો બીમાર થાય છે, સાથે તેમાં કેટલિક બીમારી વારસાગત રૂપ પણ ધારણ કરી લે છે, જેના કારણે તેની આવનારી પેઢીએ પણ તેનું પરિણામ ચુકવવુ પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે