અમદાવાદ : શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા ડ્રિમ લેન્ડ બિલ્ડીંગમાં ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા મોટી સંખ્યામાં બિલ્ડીંગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ જીવ બચાવા માટે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 10 જેટલી ફાયરની ટીમો અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. મળી રહેલી પ્રાથમિક માહિતી મુજબ આગને કારણે અંદાજે 19 જેટલા લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DRDO એ કર્યું આ ખાસ બોમ્બનું પરિક્ષણ, આવી ટેક્નોલોજી ધરાવતો વિશ્વનો સૌપ્રથમ દેશ !
LIVE: નરેન્દ્ર મોદીની હાજરીમાં લોકસભાનો ભંગ, રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા PM


આગ એટલી ભીષણ હતી કે, ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરી રહેલા 20 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવા માટે બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી હતી. જે તમામ બાળકોને ઇજાગ્રસ્ત થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફાયરની ટીમ દ્વારા હાઇડ્રોલિક ક્રેનની મદદથી રેસ્કયુ  ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. આગની ઘટનામાં 14 જેટલા લોકના મોતની ભિતી સેવાઇ રહી છે. 


પોતાના પરાજય બાદ ગિન્નાયેલા દિગ્ગીએ કહ્યું, ગાંધીના હત્યારાઓની વિચારધારા જીતી
Lok Sabha Election Result 2019: દેશનાં ટોપ 5 ઉમેદવારો જેઓ 6 લાખથી વધારે લીડથી જીત્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, આગને ગણત્રીની સેકન્ડોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ જે પ્રમાણે અચાનક વિકરાળ થઇ તેની પાછળનું મુખ્ય કારણ આર્કેડનાં ધાબા પર બિનકાયદેસર શેડમાં ચલાવાતા ટ્યુશન ક્લાસીસની થર્મોકોલની છતને માનવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આર્કેડનાં ધાબે છાપરા નાખીને ટ્યુશન ક્લાસ ચલાવાઇ રહ્યું હતું. છાપરા હોવાથી ઠંડક માટે છાપરાની નીચે થર્મોકોલની છત બનાવવામાં આવી હતી. પરોક્ષ રીતે આ થર્મોકોલ આગને ઝડપથી પકડતો પદાર્થ છે. જેથી ગણત્રીની સેકન્ડોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 


દિગ્વિજય હારશે તો જળ સમાધી લઇશ તેવું કહી 5 ક્વિંટલ મરચાનો યજ્ઞ કરનાર બાબા ગાયબ
જનાદેશ 2019: 541 સીટોનાં પરિણામ જાહેર, 1 સીટ કેમ છે બાકી જાણો કારણ !


હાલ પ્રાથમિક તપાસમાં સામે આવેલ વિગતો અનુસાર આ ટ્યુશન ક્લાસિસ બિનકાયદેસર હતું. તેમાં આગ શમન માટેનાં કોઇ જ સાધનોની વ્યવસ્થા નહોતી. ફાયર સેફ્ટીનાં તમામ નિયમોને નેવે મુકી દેવાયા હતા. જેના પગલે હેવે તંત્રની સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. સાથે થર્મોકોલનાં કારણે આગ તો વિકરાળ લાગી જ પરંતુ થર્મોકોલનાં ગુણધર્મ અનુસાર ધુમાડો પણ ખુબ જ થયો. જેથી આગ હતી તેના કરતા અનેક ગણી વિકરાળ ધુમાડાના ગોટેગોટાના કારણે લાગી હતી. જેથી વિદ્યાર્થીઓ ગભરાયા હતા અને તેઓએ ટપોટપ ભુસકા મારવાનું ચાલુ કરી દીધું હતું.