વાવઝોડું-વરસાદ છોડો, હવે ગુજરાતમાં આ તારીખથી ઠંડી ભૂક્કા બોલાવશે! અંબાલાલ પટેલની ઘાતક આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ તાપમાન કેવું રહેશે તેની ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ, ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે. સૂકા અને ઠંડા પવનથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. રાજ્યમાં ગાંધીનગરમાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Gujarat Weather Forecast : આખો ડિસેમ્બર અને અડધુ જાન્યુઆરી જતુ રહ્યું, પરંતું લોકોને હજી પણ હાડ થીજવતી ઠંડી અનુભવાઈ નથી. ઠંડી આવતી નથી, પરંતુ માવઠું આવ્યા જ કરે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ તાપમાન કેવું રહેશે તેની ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ, ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે. સૂકા અને ઠંડા પવનથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. રાજ્યમાં ગાંધીનગરમાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતની અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવસિદ્ધિ; ફરી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ડંકો
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થઈ શકે છે. તેમજ 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મહત્વની આગાહી કરી છે. પરંતુ આ સાથે ખાસ રાહતની વાત એ પણ છે કે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી નથી.
PMએ વીરભદ્ર મંદિરમાં કરી પૂજા અર્ચના, જાણો લેપાક્ષીનું રામાયણમાં શું છે તેનું મહત્વ
ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે.
1967 માં જ નક્કી થઈ ગયું હતું રામ મંદિરની સ્થાપના થવાનું વર્ષ! વાયરલ થઈ ડાક ટિકિટ
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર જોવા મળ્યો છે. લઘુત્તમ તાપમાન ઝીરો પર પહોંચ્યું છે. ઠંડીનો પારો ગગડતાં બરફની પાતળી ચાદર છવાઈ છે. કાર, ઘાસ અને વૃક્ષો પર બરફ જામી ગયો છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ઝીરો પર જતાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. લોકો ઠંડી ઉડાડવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. હજુપણ લઘુત્તમ તાપમાન નીચું જાય તેવી શક્યતા છે.
કયા સંતોના નામની આગળ 1008 લાગે છે? 99 ટકા ભારતીયો આ નથી જાણતા
રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. ત્રણ શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. જેમાં સૌથી ઓછું 8.4 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે. તો બીજી તરફ, નલિયામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 10.2 ડિગ્રી તામાન, અમદાવાદમાં 11.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 12 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
22મી તારીખે જેની પણ બર્થ-ડે હશે ફ્રીમાં મળશે કેક, વાપીમાં કેક શોપના સંચાલકની જાહેરાત
ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.