ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા નજીક એક કોલેજીયન યુવતી બેહોશ હાલતમાં મળી આવી હતી. ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી શંકાસ્પદ હાલતમાં  મળતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં રાત્રે પોલીસની ટીમો દોડતી થઈ હતી અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. શું હતી આ ચકચારીત ઘટના?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડીથી હરખાતા નહીં! ખાડીમાં ઉભું છે તોફાન, આ વાવાઝોડું ફરી ગુજરાતના વાતાવરણને કરશે..


વલસાડ જિલ્લાના  પારડી તાલુકાના મોતીવાડા નજીકથી એક યુવતી સંકાસ્પદ રીતે બેહોશ હાલતમાં  મળી આવી હતી..પારડી ની  કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ઘર  થી  ટ્યુશન માટે ઉદવાડા ગઈ હતી. જ્યાં ટ્યુશન પૂરું થતાં આ યુવતી ઉદવાડા થી પોતાના ઘર  જવા નીકળી હતી. જોકે  યુવતી ઘરે ના પહોંચતા પરિવારોએ તપાસ કરતા યુવતી મોતીવાડા નજીક શંકાસ્પદ હાલતમાં બેહોશ મલી આવી હતી. આથી નાની બહેન અને અન્ય પરિચિતો તાત્કાલિક યુવતીને બાઈક પર જ પારડીની મોહન દયાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જોકે તબીબો એ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા જ પારડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. 


ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ; જાણો શું બોલાઈ રહ્યા છે મણદીઠ ભાવ?


જોકે યુવતીના મોતને લઈ અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા હોવાથી અને હત્યાની આશંકા જણાતા જિલ્લા ભરની પોલીસ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં જ યુવતીની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે યુવતીના મૃતદેહનું સુરતમાં પેનલ પીએમ કરાવ્યું હતું. જ્યાં પીએમના પ્રાથમિક રિપોર્ટમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા નીપજાવવામાં આવી હોવાનું બહાર આવતા જ પારડી પોલીસે આ મામલે અજાણ્યા વિરૂદ્ધ  દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.


સોનું 6000 અને ચાંદી 12000, ટ્રમ્પની જીત બાદ કેમ દરરોજ ઘટી રહ્યાં છે ગોલ્ડના ભાવ?


પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે યુવતી પારડીની કોલેજમાં અભ્યાસ કરતી હતી, જે ઉદવાડામાં ટ્યુશન ક્લાસમાં ટ્યુશન પૂરું થતાં ઘરે પરત ફરી રહી હતી. ત્યારે તે યુવતી કોઈ અન્ય સાથે ફોન પર વાત કરી રહી હતી અને ત્યારબાદ યુવતિ સાથે કંઈ શંકાસ્પદ બન્યું હોવાની ફોન પર વાત  કરનાર પરિચિત મિત્રને  આશંકા ગઈ હતી. આ અંગે મૃતક યુવતી ની બહેન ને તેની જાણ કરતા જ તેઓ શોધખોળ  માટે ઘર સુધી આવતા ઉદવાડા અને મોતીવાડા વચ્ચેના વિસ્તારમાં   પહોંચ્યા હતા .જ્યાં મોતીવાડા નજીક ભરાતા હાટવાડા ના મેદાન નજીક શંકાસ્પદ હાલતમાં બેહોશ મળી આવી હતી. જોકે હોસ્પિટલમાં ખસેડતા જ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આથી યુવતી સાથે અનિચ્છનીય બનાવ બન્યો હોવાની અને હત્યા કરવામાં આવી હોવાની સરૂઆત થી જ આશંકા સેવાઈ રહી હતી.. જોકે મૃતદેહ ના  પેનલ પીએમ રિપોર્ટમાં પણ યુવતી સાથે દુષ્કર્મ અને  ત્યાર બાદ તેની હત્યા નીપજાવવામાં આવી હોવાનું પુરવાર થતાં આ મામલે દુષ્કર્મ અને  હત્યાનો ગુનો દાખલ થતાં જ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. 


પિતા ઘરે પરત ન ફરતા US બેઠેલા બાળકોએ iPhone વડે અ'વાદનું લોકેશન ટ્રેક ટ્રેક કર્યું..


ઘટનાની ગંભીરતા જોતા વલસાડ જિલ્લા પોલીસવડા ડોક્ટર કરણરાજ વાઘેલા અને બે dysp ની આગેવાનીમાં જિલ્લા પોલીસની 10  વધુ ટીમો એ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. અને આરોપીઓ સુધી પહોંચવા પોલીસે મૃતક યુવતી ની બહેન અને અન્ય લોકોને પરિચિતોને સાથે રાખી ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારને ખંગાળ્યો હતો. ઘટના સ્થળેથી પોલીસને કેટલાક પુરાવા પણ મળ્યા છે. ઘટના સ્થળેથી બેગ મળી છે. 


અમેરિકાએ ભારતને સોંપી ઈતિહાસની દુર્લભ કલાકૃતિઓ, ટ્રંપની જીત બાદ મળી પહેલી 'ગિફ્ટ'!


આ સાથે જ અન્ય સામાન પણ મળ્યો છે. જેનો કબજો લઈ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.જોકે હજુ સુધી મૃતક યુવતી નો મોબાઇલ મળ્યો નથી. આથી પોલીસે  યુવતીના મોબાઇલ શોધવા પણ ઊંડાણપૂર્વક તપાસ કરી છે. અત્યારે તો આ મામલે મૃતક યુવતીની પર દુષ્કર્મ  કોણે કર્યું અને કોણ છે હત્યારો  તે અંગે અનેક રહસ્યો સર્જાઈ રહ્યા છે. યુવતી પર દુષ્કર્મ કોણે કર્યું અને કોણ છે હત્યારો આ અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું છે. એવું તો શું બન્યું કે ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી શંકાસ્પદ હાલતમાં મળી હતી? આથી યુવતી ના મોત નું રહસ્ય ઘેરાઈ રહ્યું છે. જોકે હજુ સુધી હત્યારો પોલીસ પકડથી દૂર છે  પરિવારજનો એ પણ હજુ સુધી કોઈના પર આશંકા  નથી દર્શાવી.. પરંતુ જે રીતે ઘટના સ્થળેથી પ્રાથમિક માહિતી મળી રહી છે.  અને ઘટના સ્થળેથી જે રીતે પુરાવા મળી રહ્યા છે. તેને લઈ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. 


તમારી એક બેદરકારી પડશે મોંઘી..! શું તમારા પણ આધાર કાર્ડનો થઈ રહ્યો છે દૂરુપયોગ?


આ ઘટનામાં કોઈ પરિચિત જ આરોપી નીકળે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે  જોકે  વલસાડ જિલ્લા પોલીસની 10 થી વધુ ટીમો અત્યારે આ કેસને તળિયાઝાટક તપાસ માટે લાગી છે. આથી આગામી સમયમાં આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.