રાજકોટ : શહેરના 150 ફૂટ રિંગરોડ પર નાણાવટી ચોક નજીક આવાસ યોજનાના ક્વાર્ટરમાં 28 જૂને રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં નાનીમા સાથે રહેતા 20 વર્ષીય અખ્તર હુસેનભાઇ પાયકને છરીના 11 ઘા ઝીંકીને ક્રૂર હત્યા કરી ભાગી છુટેલા તેના પાડોશી અખ્તર ઇબ્રાહીમભાઇ દલવાણીને શહેર SOG એ ભુજમાં બગીચામાંથી ઝડપી લીધો છે. યુનિવર્સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે. આ ઘટનામાં હુસેનની પત્નીએ જ જુબાની આપવાની શરૂઆત કરી છે. મૃતક અખ્તર એક વર્ષનો હતો ત્યારે જ તેની માતા બીજા પુરૂષ સાથે ભાગી જવાના કારણે તે પોતાના નાની સાથે જ રહેતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: નવા 547 કેસ, 419 દર્દી સાજા થયા એક પણ મોત નહી


હત્યાની ઘટના નજરે જોનારી હત્યારાની પત્ની નેન્સીએ કહ્યું કે, હું મારા પ્રેમી અખ્તર સાથે હતો ત્યારે પતિ હુસેન ઘસી આવ્યો હતો. પ્રેમી અખ્તર પર છરીના આડેધડ ઘા મારી જ નજર સામે મારી દીધા હતા. નેન્સીની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઇ હતી. ક્રૂર પતિ અને બચવા માટે તરફડી રહેલા પ્રેમી વચ્ચે તે ફફડી રહી હતી. સેકન્ડોમાં જ છરીના અનેક ઘા ઝીંકીને તેના પતિએ પ્રેમીને પતાવી દીધો હતો અને ત્યાર બાદ તે નાસી છુટ્યો હતો. જો કે પોલીસ આવ્યા બાદ નેન્સીએ સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. 


રથયાત્રામાં જડબેસલાક બંદોબસ્ત, ચહેરાઓની ચોકી કરશે આ ખાસ કેમેરો


આરોપી હુસેનને મદદ કરનારા તેના પિતરાઇ ભાઇ નુરો ઉર્ફે નુરમોહમ્મદ કાસમભાઇ દલવાણીને પણ સકંજામાં લેવાયો છે. હુસેનનું રટણ હતું કે, અગાઉ અખ્તરને મારી પત્નીનો પીછો છોડી દેવા સમજાવતો હતો જો કે તે સમજતો નહી હોવાનાં કારણે બંન્ને સાથે બેઠા હોવાની ખબર પડતા મને ગુસ્સો આવ્યો હતો અને મે છરીના ઘા માર્યા હતા. આ હત્યાની ઘટના બાદ આરોપી હુસેન અને તેના કાકાના દીકરા નુરમોહમ્મદે પ્રેમીનું ઢીમ ઢાળી દીધું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube