Shreebai Maa: ભૂપેન્દ્રભાઈ પટેલ આજે (21 ફેબ્રુઆરી) પ્રજાપતિ સમાજના વિશ્વવિખ્યાત અને આરાધ્ય સ્થળ એવા તાલાલા ખાતે આવેલ શ્રીબાઈ માતાજીના ધર્મસ્થાન ખાતે આયોજીત નૂતન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતાં. આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું કે શ્રીબાઈ માતાજી પ્રજાપતિ સમાજના આરાધ્ય માતાજી છે. પ્રજાપતિ સમાજ સરળ અને મહેનતુ છે. “એ ભલો અને કામ ભલું”નો મંત્ર અપનાવીને આ સમાજ સ્વમહેનતે આગળ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ ત્રણ તાલુકાના 45 ગામોને બખ્ખાં! ભૂપેન્દ્ર પટેલ સરકાર કરશે પાણીથી રેલમછેલ


4000 કિ.ગ્રાના ઘંટનું મુખ્યમંત્રીએ ડિજિટલી લોકાર્પણ કર્યું
દરેક ધાર્મિક સ્થળો માટે રાજ્ય સરકાર જવાબદારી નિભાવવા માટે તૈયાર છે. તેમ જણાવી તેમણે જણાવ્યું હતું કે, એક મહિના પહેલા 22 તારીખે જ હિંદુધર્મના આસ્થાના પ્રતિક એવા અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાની સ્થાપના થઈ હતી અને આજે બરાબર એક મહિના બાદ 22 તારીખના રોજ શ્રીબાઈ માતાજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે.  આપણા વારસા અને વિરાસત પર ગૌરવ થાય તે રીતે વિકાસ કરીને અન્યોને પણ ગુજરાતે રાહ ચીંધ્યો છે. શ્રીબાઈ માતાજી ધર્મસ્થાનના રૂ.16 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે તેની વિગતો આપી મંદિર ખાતે સ્થાપિત 4000 કિ.ગ્રાના ઘંટનું મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી ડિજિટલી લોકાર્પણ કર્યું હતું.


ગુજરાતના ગૃહરાજ્યમંત્રી કોણ હર્ષ સંઘવી કે 'અલ્પેશ સંઘવી'. ભાજપના આ નેતાની જીભ લપસી


નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય આ વિસ્તારમાં થયું
એક કથા અનુસાર સતયુગમાં રાજા હિરણ્યકશીપુને બ્રહ્માજીની તપસ્યાને કારણે અમર થવાનું વરદાન મળ્યું હતું. અમર થવાનું વરદાન મેળવી તેણે રાજ્યની જનતા પર અત્યાચાર શરૂ કર્યા અને ધર્મ કાર્ય અને ભગવાનના નામ પર પ્રતિબંધ લગાવ્યો. એ સમયે શ્રીબાઈ માતાજીએ અને સિદ્ધેશ્વર (હરિદાસ) દંપતિએ ધર્મની રક્ષા કરવા જમીનમાં ભોંયરૂ ખોદાવી ધીમે-ધીમે ભક્તિ સાથે સત્સંગ અને ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો અને સતત સનાતન ધર્મની જ્યોતિને પ્રજ્જવલિત રાખી. એવું પણ કહેવાય છે કે, નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય આ વિસ્તારમાં થયું હતું.


નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી લડે તો પણ અહીંથી હારશે, ગુજરાતના આ નેતાને ઘમંડ આવ્યો


પૌરાણિક પાવન આસ્થા સ્થાન અને યાત્રાધામ
દંતકથા અનુસાર શ્રીબાઈ માતાજીએ સળગતા નિંભાડામાંથી બિલાડીના બચ્ચાને જીવનદાન અપાવી ભક્ત પ્રહલાદને શ્રી હરિની પ્રતિતિ કરાવી હરિનામનો મહામંત્ર આપ્યો હતો. ભક્ત પ્રહલાદના ગુરુ શ્રીબાઈ માતાજી સમસ્ત પ્રજાપતિ સમાજના આરાધ્ય ઇષ્ટ દેવી છે. શ્રીબાઈ માતાનું મંદિર એ સમસ્ત પ્રજાપતિ સમાજનું શ્રદ્ધા કેન્દ્ર અને પૌરાણિક પાવન આસ્થા સ્થાન અને યાત્રાધામ છે. 


હવે માત્ર એક કોલથી શહેરમાં 10 મિનિટ અને ગામડામાં 20 મિનિટમાં પોલીસ પહોંચશે


અહીં પાતાળમાંથી પાણીનો પ્રવાહ નીકળી છે.. 
આ પવિત્ર યાત્રાધામ સમગ્ર વિશ્વ માટે શ્રદ્ધા સમર્પણ અને ભક્તિનું ધામ માનવામાં આવે છે. દેશ-વિદેશના પ્રજાપતિ બંધુઓ પોતાના પરિવાર સાથે શ્રદ્ધાથી દર્શન કરી પોતે ધન્યતા અનુભવે છે. આ સ્થાનની બાજુમાં જ હિરણેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે. જ્યાં નિંભાડાનું સ્થાન (શ્રીબાઈ કુંડ) છે. અહીં પાતાળમાંથી પાણીનો પ્રવાહ નીકળી આ પ્રવાહ શ્રીબાઇ કુંડ સ્વરૂપમાં આજે પણ ગૌમુખી ઘાટ સુધી અવિરત ચાલુ છે.


માર્ચ મહિનામાં ગ્રહોનું મહાપરિવર્તન, આ જાતકો થશે ધનવાન, પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો


પ્રજાપતિ સમાજ વિરાટ જનસંખ્યા ધરાવતો દેશ વિદેશમાં વસવાટ કરતો સોરઠીયા, ગુર્જર, કડિયા, વરિયા, વાટલીયા, પરજીયા, સાડલિયા, વગેરે નામે વિવિધ શાખાથી ઓળખાય છે.