માર્ચ મહિનામાં ગ્રહોનું મહાપરિવર્તન, આ જાતકો થશે ધનવાન, પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો

Grah Gochar March 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માર્ચ મહિનામાં સૂર્ય, શુક્ર સહિત ઘણા ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. આ ગ્રહોના ગોચરથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે. 

માર્ચ મહિનામાં ગ્રહ ગોચર

1/6
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માર્ચ મહિનો ખાસ રહેવાનો છે, કારણ કે આ મહિનામાં ઘણા મોટા-મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. રાશિ પરિવર્તનની સાથે ગ્રહોની યુતિ બની રહી છે, જેનાથી વિવિધ પ્રકારે શુભ અને અશુભ યોગોનું નિર્માણ પણ થઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિને બુધ, શુક્ર, સૂર્ય, મંગળ રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. આ સાથે બુધ અને શનિ ઉદય થઈ રહ્યાં છે. માર્ચ મહિનામાં થઈ રહેલા રાશિ પરિવર્તનનો પ્રભાવ દરેક જાતકોના જીવન પર પડશે. આવો જાણીએ કયાં જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. 

જાણો કયાં ગ્રહ કરશે ગોચર

2/6
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ 7 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. જ્યાં પહેલાથી રાહુ બિરાજમાન છે. તેવામાં બુધ અને રાહુની યુતિ થઈ રહી છે. આ સાથે 7 માર્ચે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી શનિ બિરાજમાન છે. તેવામાં શુક્ર અને શનિની યુતિ કુંભ રાશિમાં આશરે 30 વર્ષ બાદ બની રહી છે. આ સાથે સૂર્ય પણ કુંભ રાશિમાં બિરાજમાન છે. 14 માર્ચે ગ્રહોના રાજા સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી બુધ સાથે મળી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ સાથે સૂર્ય અને રાહુની યુતિથી ગ્રહણ યોગ બની રહ્યો છે. પછી 15 માર્ચે બુધ મીન રાશિમાં ઉદય અને 18 માર્ચે શનિ કુંભ રાશિમાં ઉદય થશે. 

વૃષભ રાશિ

3/6
image

ગ્રહોના આ મહાપરિવર્તનની સકારાત્મક અસર વૃષભ રાશિ પર પડશે. આ જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. આ સાથે આધ્યાત્મ પર ઝુકાવ વધશે. તેવામાં તમે તીર્થયાત્રાએ જઈ શકો છો. નોકરી કરનાર જાતકોને લાભની તક મળી શકે છે. તેને મહેનત અને લગનનું ફળ મળશે. આ સાથે તમારા કામથી ઉચ્ચ અધિકારી પ્રસન્ન થશે. જે જાતક નોકરી બદલવાનું વિચારી રહ્યાં છે તેને આ સમયમાં લાભ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને સફળતા મળી શકે છે. માર્ચ મહિનામાં આવકના નવા માર્ગ ખુલશે એટલે તમને ધનલાભ થઈ શકે છે. 

કુંભ રાશિ

4/6
image

માર્ચ મહિનો કુંભ રાશિના જાતકો માટે પણ લાભકારી રહેવાનો છે. જ્યાં એક તરફ શનિ ઉદય થઈ રહ્યાં છે. બીજીતરફ શનિ, શુક્ર અને સૂર્યની યુતિ થઈ રહી છે. તેવામાં કુંભ જાતકો માટે આ મહિનો ખાસ રહેશે. જીવમાં આવતી દરેક સમસ્યાથી છુટકારો મળી જશે. આ સાથે વેપારમાં સારો લાભ થઈ શકે છે. નોકરી કરતા જાતકોને આ દરમિયાન ખુશીઓ મળી શકે છે. આવકના નવા રસ્તા ખુલશે. પરિવાર સાથે સમય પસાર થશે. જીવનમાં સકારાત્મકતા વધશે. આર્થિક સ્થિતિ મજબૂત થવાની સાથે બચત કરવામાં સફળ થઈ શકો છો. 

કન્યા રાશિ

5/6
image

કન્યા રાશિના જાતકો માટે માર્ચ મહિનો ખાસ રહેવાનો છે. લાંબા સમયથી બંધ પડેલા કામ ફરી શરૂ થઈ જશે. આ સાથે પિતા, ગુરૂ અને મેન્ટરનો સહયોગ મળશે, જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. પરિવારની સાથે સમય પસાર થશે. ઘરમાં ચાલી રહેલા વિવાદનો અંત આવી શકે છે. શુક્રની કૃપાથી ધન-વૈભવ પ્રાપ્ત થશે. આ સાથે સંતાન તરફથી ચાલી રહેલી મુશ્કેલી સમાપ્ત થઈ શકે છે. સામાજિક ક્ષેત્રમાં તમારી લોકપ્રિયતા વધશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં સફળતા મળી શકે છે. તમારી વાણી ખુબ પ્રભાવશાળી સાબિત થઈ શકે છે. લગ્ન જીવન માટે આ મહિનો સારો રહેવાનો છે. જીવનસાથીનો સહયોગ મળશે. 

ડિસ્ક્લેમરઃ

6/6
image

આ લેખમાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.