અમદાવાદ: સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર મામલે શુક્રવારે મુંબઈની સીબીઆઈ કોર્ટે તમામ 22 આરોપીઓને છોડી મૂક્યાં. વર્ષ 2005ના આ ચકચાર મચાવી ચૂકેલા કેસમાં 22 લોકો આરોપી હતાં. જેમાંથી મોટાભાગના પોલીસકર્મી હતાં. કોર્ટના આ ચુકાદા પર પૂર્વ આઈપીએસ અધિકારી અને ગુજરાત પોલીસના તત્કાલિન ડીજીપી ડી જી વણઝારાએ શુક્રવારે દાવો કરતા કહ્યું કે જો ગુજરાત એટીએસ સોહરાબુદ્દીનને ન મારત તો તે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરી નાખત. આજે  એ સાબિત થઈ ગયું કે હું અને મારી ટીમ સાચા હતાં. અમે સત્ય સાથે ઊભા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આરોપી રહેલા વણઝારાએ કહ્યું કે જો ગુજરાત પોલીસ આ અથડામણને અંજામ ન આપત તો પાકિસ્તાન નરેન્દ્ર મોદીની હત્યા કરવામાં ષડયંત્રમાં સફળ થાત અને ગુજરાત એક વધુ કાશ્મીર બની જાત. વણજારાએ કહ્યું કે ગુજરાત, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન પોલીસને ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની કોંગ્રેસ સરકારની રાજકીય લડાઈમાં બલીના બકરા બનાવવામાં આવ્યાં હતાં. 


સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો : તમામ 22 આરોપી મુક્ત


તેમણે કહ્યું કે સીબીઆઈ કોર્ટે પોતાના ચુકાદામાં પણ તમામ 22 આરોપી પોલીસ અધિકારીઓને મુક્ત કર્યા એ તે વાતની પુષ્ટિ કરે છે જે હું ઘણા વખત પહેલાથી કહેતો આવ્યો છું કે તેમાંથી કોઈ પણ એન્કાઉન્ટર રાજ્ય દ્વારા નિર્ધારીત નહતું. આ એન્કાઉન્ટર પણ પાકિસ્તાન પ્રાયોજિત તે આતંકીઓના ખાત્મા માટે કરાયું હતું જેનો ઉદ્દેશ્ય ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવાનો હતો. 


વણઝારાને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે 3 વર્ષ પહેલા જ છોડી મૂક્યા હતાં. તેમણે કહ્યું કે રાષ્ટ્રવિરોધી તત્વોએ આતંકવાદી સમૂહોની સહાયતા અને ઈમાનદાર પોલીસ અધિકારીઓને પરેશાન કરવા માટે વાસ્તવિક અથડામણની ઘટનાઓને ફેક એન્કાઉન્ટરમાં ફેરવવાની કોશિશ કરી હતી. 


સોહરાબુદ્દીન મામલે કોઈ આદેશ નથી મળ્યો: સીબીઆઈ
સીબીઆઈનું કહેવું છે કે તપાસ એજન્સીઓને સોહરાબુદ્દીન-કૌસર બી અથડામણ મામલે હજુ ચુકાદાની કોપી મળી નથી. તપાસ એજન્સીના પ્રવક્તાએ શુક્રવારે આ મામલે આગળની કાર્યવાહી સંબંધીત સવાલ પર આ પ્રતિક્રિયા આપી હતી. સીબીઆઈની એક વિશેષ કોર્ટે અહીં ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેના સહયોગી તુલસી પ્રજાપતિની કથિત ફેક એન્કાઉન્ટરમાં હત્યાના મામલે 22 આરોપીઓને સાક્ષીના અભાવમાં શુક્રવારે છોડી મૂક્યાં. 


અત્રે જણાવવાનું કે આ કેસમાં જે આરોપીઓ હતાં તેમાંથી મોટાભાગના ગુજરાત અને રાજસ્થાન પોલીસના અધિકારીઓ છે. જે જામીન પર બહાર હતાં. આ મામલે સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશનના 210 સાક્ષીઓમાંથી 92 સાક્ષીઓ પલટી ગયા હતાં. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...