તેજસ દવે/મહેસાણા : દિવસે બાંધકામ સાઇટ ઉપર મજૂરી અને રાત્રે ચોરી, મહેસાણામાં એક એવી ગેંગ પકડાઈ હતી કે જે દિવસે સખત મજૂરી કરતી અને રાત્રે ચોરીને અંજામ આપતી હતી. મૂળ દાહોદ જિલ્લાની આ ગેંગ મહેસાણા જિલ્લામાં 6 કરતા વધુ ઘરફોડ ચોરીને અંજામ આપી ચુકી છે. પોલીસે એક સગીર સહિત હાલમાં ત્રણ આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે. જો કે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હાલમાં ફરાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીમખેડાના આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો, તમામ નોર્મલ


બાંધકામ સાઇટ ઉપર કાળી મજૂરી કરતા લોકોને જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે તે શાતિર ચોર પણ હોઈ શકે. મહેસાણા પોલીસના ગિરફતમાં રહેલા આ બંને શખ્સ આમ તો બાંધકામ સાઇટ ઉપર કામ કરતા શ્રમિક છે. પણ દિવસે મજૂરી કરતા આ બંને શખ્સનું રાત પડતા જ અસલી કામ શરૂ થતું હતું. દિવસે મજૂરીની સાથે સાથે આ ટોળકી નજીકમાં આવેલા વિસ્તારમાં રેકી કરતી હતી. રાત પડતાં જ આ ટોળકી બંધ મકાનને નિશાન બનાવતી હતી. મહેસાણા એલ સી. બી પોલીસે બાતમી આધારે આ ટોળકીને ઝડપી લઈ કુલ 46000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.


GUJARAT CORONA UPDATE: 234 નવા કેસ, 159 દર્દી રિકવર, એક પણ મોત નહી


મહેસાણા એલસીબીએ ઝડપેલી આ ટોળકી મૂળ દાહોદ જિલ્લાની રહેવાસી છે. પોલીસે એક સગીર સહિત હાલમાં ત્રણ આરોપીને ઝડપી લીધા છે. લિલેશભાઈ ઉર્ફે જામુભાઈ ભુરિયા અને ડુંગરસિંહ માવી નામના આ બે શખ્સ એ હાલમાં મહેસાણા જિલ્લામાં કુલ 6 ચોરીની કબૂલાત કરી છે. આ ટોળકીએ મહેસાણા શહેરમાં એ અને બી ડિવિઝન વિસ્તારમાં 3 અને વિસનગર શહેર વિસ્તારમાં 3 મળી કુલ 6 ચોરીની કબૂલાત કરી છે. આ ટોળકી ચોરીના મુદ્દામાલને વેચવા જઈ રહી હતી ત્યારે એલ સી બી એ બાતમી આધારે ટોળકીને દબોચી લીધી હતી. તો બીજી તરફ આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર હાલમાં ફરાર છે. દરમિયાન મહેસાણા પોલીસ દ્વારા વધતા જતા ચોરીના કેસ મામલે પ્રજાને થોડી જાગૃતતા દાખવવા અપીલ કરવામાં આવી હતી.


હવે ડ્રગ્સ લેતા પકડાયા તો પોલીસ દંડાવાળી કરવાને બદલે સીધા જ...


ચોરી ના વધતા જતા બનાવ બાબતે પ્રજા એ પણ જાગૃત થવાની જરૂર છે. રોડ ઉપર વાહનમાં જ ચાવી છોડીને ખરીદી માટે જતા લોકોના વાહન ચોરાઈ જવાના અને ઘરથી બહાર જતા કિંમતી સામાન ઘરેજ રાખવાના કિસ્સામાં ચોરને ખુલ્લું આમંત્રણ સમાન છે. ત્યારે પ્રજા એ પણ ચોરી ના બનાવ રોકવા જાગૃત થવાની જરૂર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube