અમદાવાદ : ભારતીય તટરક્ષક દળ પ્રાદેશિક હેડક્વાર્ટર (NW), ગાંધીનગર ખાતે 19 મે 2022ના રોજ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તરફ આગળ વધવાના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પરિબળો વચ્ચે વધુ સારો તાલમેલ સ્થાપિત કરવાના ઉદ્દેશથી 19 મેથી 21 જૂન 2022 દરમિયાન વિવિધ યોગ પ્રવૃત્તિઓ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાપીમાં લિયાકત નામના શખ્સે રાષ્ટ્ર ધ્વજ અને હિંદૂ દેવતાઓનાં ફોટાઓનું અપમાન કર્યું


આરોગ્યપ્રદ જીવન માટે યોગ એક કળા અને વિજ્ઞાન છે. નિયમિત યોગ કરવાથી શરીર અને મનનો એકાકાર થવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. ગુજરાત પ્રદેશના તમામ તટરક્ષક દળ સ્ટેશનો ખાતે યોગ સત્ર ઉપરાંત, વક્તવ્ય, સેમીનાર, પ્રશ્નોત્તરી સ્પર્ધા અને લોકજાગૃતિ કવાયત જેવી વિવિધ પ્રવૃત્તિઓની પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.


GUJARAT CORONA UPDATE: 19 નવા કેસ, 27 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી


19 મે 2022ના રોજ તટરક્ષક દળના અંદાજે 200 કર્મી અને તેમના પરિવારના સભ્યોએ યોગ સત્રમાં ભાગ લીધો હતો. યોગ જીવનની તાજેતરમાં પ્રાપ્ત થયેલી સંસ્કૃતિનો પરિચય કરીને આ સુખાકારી અને સ્વ-જાગૃતિ કવાયતની તમામ સહભાગીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube