Health Tips: એ વાત તો તમે પણ જાણતા હશો કે પાણી વિના જીવન શક્ય નથી. સ્વસ્થ રહેવું હોય તો નિયમિત પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. પરંતુ ખૂબ ઓછા લોકો પાણી પીવાના યોગ્ય સમય અને યોગ્ય રીત વિશે જાણે છે. મોટાભાગના લોકો પાણી ત્યારે જ પીવે છે જ્યારે ગળું સુકાવા લાગે અને પાણી પીધા વિના ચાલે એમ ન હોય. પરંતુ હકીકતમાં શરીરને પાણીની જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે પાણી પીવું જોઈએ અને તેનો પણ એક નિશ્ચિત સમય હોય છે. શરીરની જરૂરિયાતને સમજીને તમે તે સમયે પાણી પીવાનું રાખો છો તો સ્વાસ્થ્ય સુધરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયુર્વેદ અનુસાર પાણી પીવાનો યોગ્ય સમય


આ પણ વાંચો: સ્વાસ્થ્ય નિષ્ણાંતો પાસેથી જાણો ખાલી પેટ પલાળેલી કિસમિસ ખાવાથી થતા લાભ વિશે


આયુર્વેદ નિષ્ણાંતો પાણી પીવાના યોગ્ય સમય વિશે જણાવે છે કે જો પાણીથી શરીરને થતા ફાયદા મેળવવા હોય તો આ બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે. જો તમે દિવસ દરમિયાન આ રીતે પાણી પીવાનું રાખો છો તો શરીર સારું રહે છે. 


સવારે ખાલી પેટ


સવારે જાગો એટલે ખાલી પેટ પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે. નિયમિત રીતે સવારે ઊઠીને પાણી પીવું જોઈએ. આખી રાતના ઉપવાસ પછી શરીરને ઊર્જાની જરૂર હોય છે ત્યારે તમે એક ગ્લાસ પાણી પી લેશો તો શરીરને લાભ થશે. સવારે પાણી પીવો ત્યારે તેમાં તમે લીંબુનો રસ, ઘી અથવા તજ પાવડર પણ ઉમેરી શકો છો. 


આ પણ વાંચો: શું તમને પણ વારંવાર થાય છે છાતીમાં બળતરા? તો જાણો તેના કારણ અને તેને મટાડવાના ઉપાયો


જમ્યા પહેલા


જમ્યા પહેલા પાણી પીવાથી જીઆઇ ટ્રેક ક્લિયર થાય છે. આ રીતે પાણી પીવાથી એ લોકોને સૌથી વધુ ફાયદો થાય છે જે લોકો વજન ઘટાડવા માંગે છે. એક સ્ટડીમાં સાબિત થયું છે કે જમ્યાની 30 મિનિટ પહેલા 500 ml પાણી પીવાથી 12 અઠવાડિયામાં ત્રણ કિલો વજન ઘટાડી શકાય છે. 


સુતા પહેલા


રાત્રે સુતા પહેલા શરીરને હાઇડ્રેટ કરવા માટે પાણી પીવું જોઈએ. સુતા પહેલા પાણી પીવાથી શરીરમાં ગયેલા ટોક્સિન બહાર નીકળી જાય છે અને સાથે જ બોડીમાં બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે.


આ પણ વાંચો: Eyes Care: બાળકને આવી ગયા છે ચશ્મા? તો રોજ ખવડાવો આ વસ્તુઓ, ઉતરી જશે આંખના નંબર


નહાતા પહેલા


આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ નહાતા પહેલા ગરમ પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. હુંફાળું પાણી નહાતા પહેલા પી લેવાથી શરીર અંદરથી ગરમ રહે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. આ સાથે જ કસરત કરતા પહેલા અને કસરત કર્યા પછી પણ પાણી અચૂક પીવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)