Benefits Of Fitkari: ઉનાળામાં ફક્ત ત્વચા કે વાળ સંબંધિત સમસ્યા નહીં પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધારે રહે છે. આ સિઝનમાં પરસેવો વધારે થાય છે તેના કારણે બેક્ટેરિયા પણ વધી શકે છે અને તેના કારણે શરીરમાંથી બદબૂ પણ આવે છે. આ સિવાય કેટલીક નાની મોટી સમસ્યાઓ પણ ગરમીની સિઝનમાં રહેતી હોય છે. આ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય તો ફટકડી અસરકારક છે. આજે તમને ફટકડીથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Apple cider vinegar: બધાને જોઈ તમે વિનેગર પીવાનું શરુ કરો તે પહેલા જાણો તેની આડઅસરો


દાંત અને પેઢાની સમસ્યા 


ખરાબ આહાર શૈલીના કારણે નાના બાળકોને પણ દાંત અને પેઢા સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. જો કોઈ વ્યક્તિને દાંત કે પેઢા સંબંધિત સમસ્યા હોય તો તેને નિયમિત ફટકડીના પાણીથી કોગળા કરવા જોઈએ. તેનાથી દાંત અને પેઢાની તકલીફ દૂર થશે અને મોંમાંથી આવતી દુર્ગંધથી પણ છુટકારો મળશે. 


આ પણ વાંચો: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંત


સાંધાનો દુખાવો 


આજના સમયમાં નાની ઉંમરમાં લોકોને સાંધાના દુખાવાની સમસ્યા થઈ જાય છે. જો તમને પણ સાંધાનો દુખાવો રહેતો હોય તો એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણથી ભરપૂર ફટકડી ખૂબ જ કામ લાગશે. તેનો ઉપયોગ કરવાથી શરીરના દુખાવા અને સોજા દૂર થઈ શકે છે. પગમાં સોજા અને દુખાવો રહેતો હોય તો એક ટબમાં ગરમ પાણી ભરી તેમાં ફટકડી પલાળી પગને 10 થી 15 મિનિટ તેમાં રાખો. 


આ પણ વાંચો: Menopause: મેનોપોઝ પહેલા શરીરમાં થાય છે આવા ફેરફાર, આ સમયે રાખવું ખાસ ધ્યાન


કફની સમસ્યા 


જો તમને કફ જામી ગયો છે અને તેના કારણે તકલીફ થાય છે તો તેમાં પણ ફટકડી ફાયદાકારક સાબિત થશે. દિવસમાં બેથી ત્રણ વખત ફટકડીના પાણીથી કોગળા કરવાથી કફથી રાહત મળે છે. 


આ પણ વાંચો: Clove water: રોજ ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી થતા જબરદસ્ત ફાયદા વિશે જાણો


પરસેવાની વાસ 


ઉનાળામાં સૌથી વધુ આ તકલીફ સતાવે છે. ઘણા લોકોના પરસેવામાંથી વાસ પણ ભયંકર આવતી હોય છે. આવી તકલીફ હોય તો નહાવાના પાણીમાં ફટકડી ઉમેરી દેવી જોઈએ. ફટકડીના પાણીથી નહાવાથી પરસેવાની વાસ નહીં આવે. કપડાં ધોવામાં પણ ફટકડીનો ઉપયોગ કરી શકાય છે તેનાથી કપડામાંથી આવતી દુર્ગંધ પણ દૂર થઈ જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)