ગરમીથી પરેશાન છો? તો ઉનાળામાં આ સમયે શેરડીનો રસ પીવાથી થશે ખુબ જ લાભ
નવી દિલ્લીઃ ગરમીના પ્રકોપ વચ્ચે જીવવું મુશ્કેલ બની ગયું છે..હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે હવામાનમાં બદલાવની સાથે ખાવા-પીવાામાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.. જેથી શરીર હાઇડ્રેટ રહે અને હીટ સ્ટ્રોક જેવી બીમારીઓથી બચી શકાય. ગરમીમાં શેરડીના રસનું સેવન કરશો તો ઘણો ફાયદો થશે..જી હાં શેરડીનો રસ પીવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી તો મળે છે...
શેરડીના રસના ઘણા ફાયદા-
શેરડીનો રસ કેન્સર સામે લડવામાં મદદ કરે છે. શેરડીના રસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને મેંગેનીઝનો સ્ત્રોત છે.પોષક તત્વો શરીરને કેન્સરના કોષો સામે લડવામાં મદદ કરે છે. જે વ્યક્તિને પ્રોસ્ટેટ અને સ્તન કેન્સરની તકલીફ હોય તેને શેરડીનો રસ પીવો જોઈએ..
1) શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ હોય છે, જે વધતા વજનને ઘટાડે છે. અને શરીરમાંથી તમામ ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.
2) શેરડીનો રસ દાંત મજબૂત બને છે અને તેનાથી દાંતમાં સડો થવાની શક્યતા પણ ઘટી જાય છે.
3) શેરડીનો રસ ગરમીમાં એનર્જી આપે છે. સાથે ડિહાઈડ્રેશનથી પણ બચાવે છે.
4) પેટ સંબંધિત સમસ્યાથી પીડાતા લોકો શેરડીના રસનું સેવન કરી શકે છે.
5) જો મહિલાઓ નિયમિત રીતે શેરડીનો રસ પીવે તો યુરિન ઈન્ફેક્શનનું જોખમ ઘટે છે.
આ બિમારીથી બચશો-
શેરડીનો રસ કમળો અને યકૃતના રોગોની સારવારમાં અસરકારક માનવામાં આવે છે. શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે શેરડીનો રસ પીવો જ જોઈએ.
શેરડીનો રસ પીવાનો યોગ્ય સમય-
જો તમે બપોર પહેલા શેરડીનો રસ પીવો છો તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા દરરોજ એક ગ્લાસ શેરડીનો રસ પી શકો છો.