• આપણા પગ બહુ જ શક્તિશાળી છે અને તે શક્તિ તમારા શરીરમાં આંતરિક અંગો સુધી પહોંચે છે.

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    પગની નીચે અલગ અલગ તંત્રિકા (લગભગ 7000) અંત સુધી હોય છે. જે શરીરના વિવિધ ભાગો સાથે જોડાયેલી હોય છે.

  • તે હંમેશા જૂતા-ચપ્પલને કારણે નિષ્ક્રીય થઈ જાય છે. ત્યારે સલાહ આપવામાં આવે છે કે, થોડો સમય ઉઘાડા પગ સાથે ફરવુ


ઝી મીડિયા/બ્યૂરો :રાત્રે ઊંઘતા પહેલા મોજામાં ડુંગળીનો એક ટુકડો રાખવાથી અનેક ફાયદા થાય છે. અનેક લોકો જાણે છે કે, ડુંગળી અને લસણ વાયુને શુદ્ધ કરે છે. પરંતુ બહુ ઓછા લોકો એ જાણતા હશે કે જ્યારે તેને શરીર પર લગાવવામાં આવે તો તે શરીરમાં કીટાણુઓ અને જીવાણુઓનો પણ નાશ કરે છે. મોજામાં ડુંગળી રાખીને ઊંઘવાથી શરીરના ભાગોને સ્વસ્થ રાખવામાં આવે છે. 


આ વાત મેડિકલી પ્રુવ થઈ છે કે, ડુંગળીમાં રહેલું ફોસ્ફરિક એસિડ રક્તની ધમનીઓમાં ઘૂસીને તેને શુદ્ધ બનાવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આપણા પગ બહુ જ શક્તિશાળી છે અને તે શક્તિ તમારા શરીરમાં આંતરિક અંગો સુધી પહોંચે છે. પગની નીચે અલગ અલગ તંત્રિકા (લગભગ 7000) અંત સુધી હોય છે. જે શરીરના વિવિધ ભાગો સાથે જોડાયેલી હોય છે .તે શરીરની અંદર એક શક્તિશાળી વીજળીના સર્કિટની જેમ કામ કરે છે. પરંતુ તે હંમેશા જૂતા-ચપ્પલને કારણે નિષ્ક્રીય થઈ જાય છે. ત્યારે સલાહ આપવામાં આવે છે કે, થોડો સમય ઉઘાડા પગ સાથે ફરવુ જોઈએ. 


ડુંગળી મોજામાં કેવી રીતે મૂકશો


  • ડુંગળીને મોજામાં રાખવા માટે જૈવિક ડુંગળી લો, જેમ કે તે પેસ્ટીસાઈડ અને અન્ય કેમિકલથી ફ્રી હોય. 

  • પછી તેની બે સ્લાઈસ કાપીને બંને મોજામાં રાખી લો. 

  • ડુંગળીની સ્લાઈસ પગને યોગ્ય રીતે અડવી જોઈએ. 


ત્યારે જાણી લો આવું કરવાના ફાયદા 


  • ડુંગળીમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે, જે શરીર પર ચાલી રહેલા બેક્ટેરીયા અને રોગાણુઓનો નાશ કરે છે.

  • જ્યારે ત્વચા દ્વારા ડુંગળીમાં રહેલા ફોસ્ફરિક એસિડ શોષી લેવાય છે, તો રક્તને શુદ્ધ કરવામાં મદદ મળે છે. 

  • જ્યારે તમે ઊંઘી જશો ત્યારે તેજ ગંધવાળી ડુંગળીનો ટુકડો રૂમમાં હવાને શુદ્ધ કરવામાં મદદરૂપ બનશે. તેનાથી પગની ગંધ દૂર થશે તથા કેમિકલ અને ટોક્સિન્સ દૂર થશે.

  • જ્યારે ડુંગળીના ટુકડાને પગની વચ્ચે રાખીને ઊંઘવામાં આવે તો તે હૃદયને સ્વસ્થ બનાવે છે. 

  • જો તમે નાના આંતરડા કે મૂત્રાશયની સમસ્યાથી પીડિત છો, તો ડુંગળીના ટુકડા તમને એ સમસ્યાઓથી છૂટકારો અપાવે છે. 

  • જો તમારા પગમાંથી વાસ આવી રહી છે, તો ડુંગળીની તમામ સ્લાઈસ કાપો અને તેને મોજામાં ભરી દો. તેનાથી તમને આરામ મળશે.

  • જો તમને લાગે છે કે, તમને તાવ આવ્યો છે તો ડુંગળીને મોજામાં રાખીને સૂઈ જાઓ.