તહેવારોની સિઝનમાં મેંદા અને ચોખાના લોટમાં થાય છે ભેળસેળ, FSSAI એ બતાવી તપાસ કરવાની રીત
તહેવારોની સિઝનમાં ભેળસેળવાળી વાનગી અને મીઠાઈ બજારમાં ખુબ વેચાઈ છે. આ દરમિયાન મેંદો અને ચોખાના લોટની પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતા હોય છે. આ વસ્તુઓનો ઉપયોગ મીઠાઈ સહિત વિવિધ પ્રકારના પકવાન બનાવવામાં થાય છે. પણ શું તમે જાણો છો વધુ નફો કમાવવાના ચક્કરમાં કેટલાક લોકો મેંદો અને ચોખાના લોટમાં બોરિક એસિડનો ઉપયોગ કરે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક હોય શકે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ તહેવારોની સિઝનમાં ભેળસેળવાળી વાનગી અને મીઠાઈ બજારમાં ખુબ વેચાઈ છે. આ દરમિયાન મેંદો અને ચોખાના લોટની પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતા હોય છે. આ વસ્તુઓનો ઉપયોગ મીઠાઈ સહિત વિવિધ પ્રકારના પકવાન બનાવવામાં થાય છે. પણ શું તમે જાણો છો વધુ નફો કમાવવાના ચક્કરમાં કેટલાક લોકો મેંદો અને ચોખાના લોટમાં બોરિક એસિડનો ઉપયોગ કરે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક હોય શકે છે.
FSSAI(ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ હાલમાં પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં બોરિક એસિડવાળા મેંદા અને ચોખાનો લોટને ઓળખવાની ટેકનીક બતાવવામાં આવી. આ ટેકનીક તમારા સ્વાસ્થ્ય અને નાણાં બંને માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
મેંદો અથવા ચોખાનો લોટમાં બોરિક એસિડ છે કે નહીં તે જાણવા માટે એક ટેસ્ટ ટ્યુબમાં 1 ગ્રામ મેંદો લો. ત્યારબાદ તેમાં 5ml પાણી નાખો અને તેને બરાબર મીક્સ કરો. આ પ્રક્રિયા બાદ ટેસ્ટ ટ્યુબમાં કોન્સનટ્રેટેડ હાઈડ્રોજન ક્લોરાઈડ(HCL)ના કેટલાક ટીપા મીક્સ કરો. ત્યારબાદ આ સોલ્યુશનમાં એક ટરમરિક પેપર નાખો. જો મેંદો શુદ્ધ હશે તો પેપરના રંગમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. પરંતુ જો પેપરનો રંગ લાલ પડવા લાગે તો સમજી જાવ કે મેંદામાં ભેળસેળ કરવામાં આવ્યું છે.
અમિતાભ સાથેના લફરાંને લીધે રેખા પર ભડક્યા જયા બચ્ચન, કહ્યું આ બધું બંધ કરી દેજે નહીં તો...!
Virat Kohali ની Lifestyle જોઈને તમને પણ થશે ભગવાને આવું નસીબ આપ્યું હોત તો..! આવા જલસા તો કોઈને નથી!
લગ્ન પહેલાં જ બાપ બની ગયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર! કરિયર બુલંદી પર હતું અને અચાનક આ શું થયું!
ભારતનો સૌથી શિક્ષિત ક્રિકેટર કોણ છે તમે જાણો છો? આ ખેલાડીને NASA માં પણ રમતા રમતા મળી શકે છે નોકરી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube