અમિતાભ સાથેના લફરાંને લીધે રેખા પર ભડક્યા જયા બચ્ચન, કહ્યું આ બધું બંધ કરી દેજે નહીં તો...!
જ્યારે જયા બચ્ચનનો રેખા પર ફૂટ્યો ગુસ્સો?, કહ્યું- 'એને તારી કોઈ પરવાહ નથી, ચાર લોકો વચ્ચે તારું નામ લઈ શકતો નથી, તો કેમ સંબંધ રાખે છે'
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાય છે કે 'કુલી' ફિલ્મ દરમિયાન થયેલા અકસ્માતે અમિતાભ બચ્ચન અને રેખાની જિંદગી બદલી નાખી હતી. આ મુશ્કેલ સમય બિગ બી અને જયા બચ્ચનને એકબીજાથી નજીક લઈને આવ્યો, અને આ જ સમયે રેખાને એકલવાયું જીવન જીવવા લાગી હતી.
રેખાની ફિલ્મ હતી રિલીઝ થવાની તૈયારી પરઃ
ફિલ્મી મેગેઝીનમાં છપાયેલા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચન જ્યારે હોસ્પિટલમાં જીવન-મોત વચ્ચે લડી રહ્યા હતા તે દરમિયાન રેખાએ પોતાની ફિલ્મ 'ઉમરાવજાન' ફિલ્મના પ્રિમીયરનું આયોજન કર્યું હતું. તે સમયગાળામાં જ્યારે અમિતાભ બચ્ચન સુપરસ્ટાર હતા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું ખૂબ માન-સન્માન હતું. અમિતાભ બચ્ચન જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે રેખાની ફિલ્મ 'ઉમરાવજાન'નું પ્રિમીયર યોજાયું. રેખાએ ફિલ્મના પ્રિમીયર માટે મોટા ફિલ્મ સ્ટાર, ડિરેકટરોને આમંત્રણ આપ્યુ હતું પરંતુ કોઈ મોટા કલાકારે હાજરી આપી નહોંતી.
અમિતાભ બચ્ચન જ્યારે ન હોય ત્યારે ઈન્ડસ્ટ્રીના અન્ય કલાકારો પાર્ટીમાં જાય તેવું શક્ય ના જ હોય તેથી રેખાની પાર્ટી સૂની રહી હતી. આ કિસ્સા પછી રેખાએ કીધું- 'એવું લાગે છે કે દરેક વાત માટે મને જ ગુનેગાર સમજવામાં આવે છે'. રેખા એવું સમજતી હતી કે આ સમયે જ્યારે મને સંવેદનાની જરૂર હતી ત્યારે જ મારી સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યુ હતું, આનાથી ખરાબ કઈ મારા માટે નહોંતું.
જયા બચ્ચનને પણ જ્યારે ખટકતી હતી આ વાત:
સામાન્ય રીતે જયા બચ્ચનની છાપ ઓછું બોલવાની અને લાઈમલાઈટથી દૂર રહેવાની હતી. જયા બચ્ચને સ્વીકારેલું છે કે તેનું લગ્નજીવન બરાબર ચાલી રહ્યુ હતું સિવાય એ વ્યક્તિ જે બીજી સ્ત્રી હોવાનો દમ મારે છે. જયા બચ્ચન કહેતા હતા કે- જો કોઈ મર્દ લગ્નેત્તર સંબંધ રાખતો હોય તેમ છતાં પોતાના લગ્ન પૂર્ણ કરવા માગતો નથી, પરંતુ તે એક જ વાતનું રટણ કર્યા કરે છે કે તે ફસાઈ ગયેલો છે અને તેની પત્ની ખરાબ છે વગેરે વગેરે...આ બધું હોવા છતાં તેનો પરિવાર એકજૂટ હોય છે. તેના સંતાોનો જીવન જીવી રહ્યા છે.જિંદગી વ્યવસ્થિત રીતે ચાલી રહી છે, પ્રગતિ થઈ રહી છે, તે સમય થાય ત્યારે ઘરે પાછો આવી જાય છે. આવી સ્થિતિમાં તમે પોતે કોઈ અંદાજો લગાવી શકતા નથી.
જયા બચ્ચને કહ્યુ હતું કે- હું એ વાત સાંભળતી આવતી હતી કે બીજી સ્ત્રી પરણેલા પુરૂષ સાથેના પ્રેમમાં ગળાડૂબ હતી. આ વાતને સમજવાનો હું ઢોંગ કરી શકતી નહોંતી. હું પોતે કોઈના પ્રેમમાં મજબૂર રહી નથી, હું પોતાની જિંદગીમાં અથવા જેને હું પ્રેમ કરુ છું તેની સાથે આવું ક્યારેય ન કરી શકું. મને લાગતું હતું કે દરેક સ્વાભિમાની વ્યક્તિ આવું જ કરે.
રેખા વિશે જયા બચ્ચન કહેતી હતી કે- તમે એવા વ્યક્તિને તમારા જીવનમાં કેવી રીતે સ્વીકારી શકો કે જે દરેક રાત્રે પોતાના ઘરે જતો રહે. તમે પોતાની જાતને એટલા નીચે કેવી રીતે પાડી શકો કે ચાર વ્યક્તિ વચ્ચે તેનું નામ પણ સરખી રીતે ના લઈ શકો. તો તમારે વિચારવું જોઈએ કે તમે આવા સંબંધ મા કેમ છો?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે