Torai Health Benefits: ગરમીની ઋતુમાં મળતા શાકમાંથી એક તુરીયા પણ છે. જોકે મોટાભાગના લોકોનું મોઢું તુરીયા નું નામ આવતા જ બગડી જાય છે. મોટાભાગના લોકોને તુરીયા ખાવા પસંદ નથી હોતા. તુરીયાનું શાક બધાને બોરિંગ લાગે છે. પરંતુ ઉનાળાના દિવસોમાં તુરીયાનું સેવન કરવું જ જોઈએ. કારણ કે તુરીયા એવું શાક છે જે ઓછી કેલેરી ધરાવે છે. સાથે જ તેમાં ફાઇબર વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે તુરીયા થી શરીરને ઠંડક મળે છે અને ઉનાળા દરમિયાન તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લાભ પણ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે રામબાણ છે આ જ્યૂસ, આ 5 ફાયદા જાણી આજથી જ પીવાનું કરશો શરુ


જીવલેણ સાબિત થઈ શકે છે વધારે વજન, જાણો વજન ઘટાડવાનો સૌથી સરળ ઉપાય


માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે આ વસ્તુઓ, ડિપ્રેશન-એન્ઝાઈટી જેવી સમસ્યા રહેશે દુર


ઉનાળા દરમિયાન તુરીયાથી થતા લાભ


1. તુરીયામાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે તેથી ઉનાળા દરમિયાન તુરીયાનું સેવન કરીને તમે વજન ઝડપથી ઘટાડી શકો છો કારણ કે તેમાં ફાઇબર વધારે હોય છે તેથી તમારું એટલા લાંબા સમય સુધી ભરેલું રહે છે. 


2. તુરીયામાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે તેથી તે પાચનતંત્રને પણ દુરસ્ત રાખે છે. સાથે જ કબજિયાત જેવી તકલીફને દૂર કરે છે. તેમાં રહેલા એન્જાઈમ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.


3. તુરીયા નું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. તુરીયા ખાવાથી બ્લડ સુગર અચાનક વધતું અને ઘટતું નથી. તે કુદરતી રીતે શરીરમાં ઇન્સ્યુલિન વધારે છે. 


4. તુરીયામાં કોલેસ્ટ્રોલ અને ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તેથી તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ ફૂડ છે. તે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. 


5. તુરીયા પોટેશિયમ, સોડિયમ, કોપર જેવા ખનીજ તત્વોનો ખજાનો છે. તેનું સેવન કરવાથી ઉનાળામાં વધતી એસીડીટીની સમસ્યા મટે છે અને શરીર હાઇડ્રેટ રહે છે.


 
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)