Curd Raisins: પુરુષોનો સ્ટેમિના વધારે છે કિશમિશવાળું દહીં, જાણો ક્યારે ખાવું અને કેવી રીતે બનાવવું
Curd Raisins: દહીંમાં કિશમિશ ઉમેરીને રોજ ખાવાથી પુરુષોને સૌથી વધુ ફાયદો થાય છે. કિશમિશ વાળુ દહીં ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને સ્પર્મની ક્વોલિટી પણ સુધરે છે. જો તમે સ્પર્મની ક્વોલિટીને લઈને ચિંતામાં છો તો દહીં અને કિશમિશ ખાવાની શરૂઆત કરી દો.
Curd Raisins: દહીમાં તમે અલગ અલગ વસ્તુઓ ઉમેરીને ઘણીવાર ખાતી હશે. પરંતુ દહીંમાં કિશમિશ ઉમેરીને ખાવાથી તથા ફાયદા વિશે આજ સુધી નહીં જાણ્યું હોય. ખાસ કરીને પુરુષો માટે કિશમિશવાળુ દહીં ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. કિશમિશ વાળુ દહીં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને કબજિયાતથી પણ મુક્તિ મળે છે. આ સિવાય તેનાથી કયા ફાયદા થાય છે ચાલો તે પણ જણાવીએ.
કિશમિશવાળું દહીં ખાવાથી થતા ફાયદા
- દહીંમાં કિશમિશ ઉમેરીને ખાવાથી આંતરડાને ફાયદો થાય છે. કિશમિશ વાળુ દહીં ખાવાથી આંતરડામાં ગુડ બેક્ટેરિયાનો વિકાસ થાય છે અને આંતરડાનો સોજો, આતરડાની ગંદકીથી મુક્તિ મળે છે.
- જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય અને વારંવાર બીમાર પડી જતા હોય તે લોકોએ પણ દહીંમાં કિશમિશ ઉમેરીને ખાવી જોઈએ તેનાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને વાઇરસ તેમજ બેકટેરિયાથી સુરક્ષિત રહી શકાય છે.
આ પણ વાંચો:
સુસ્ત બેડરુમ લાઈફ થઈ જશે પલંગતોડ, પતિનો સ્ટેમિના વધારવા કરો લવિંગના આ ઉપાય
આ 3 રીતે ડાયટમાં સામેલ કરો ડ્રાયફ્રુટ, લોખંડ જેવા મજબૂત થશે હાડકાં, તુરંત દેખાશે અસર
Health Tips: રસોડાના આ 5 મસાલા ડેન્ગ્યુથી અપાવશે મુક્તિ, ઘર બેઠા થઈ જશે તાવનો ઈલાજ
- જે લોકોને શરીરમાં આયર્નની ખામી હોય અથવા તો એનિમિયા હોય તેમણે દહીંમાં કિશમિશ ઉમેરીને ખાવું જોઈએ. નિયમિત રીતે દહીંમાં કિશમિશ ઉમેરીને ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે અને એનિમિયા જેવી બીમારીથી બચાવ થાય છે.
- દહીંમાં કિશમિશ ઉમેરીને રોજ ખાવાથી પુરુષોને સૌથી વધુ ફાયદો થાય છે. કિશમિશ વાળુ દહીં ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને સ્પર્મની ક્વોલિટી પણ સુધરે છે. જો તમે સ્પર્મની ક્વોલિટીને લઈને ચિંતામાં છો તો દહીં અને કિશમિશ ખાવાની શરૂઆત કરી દો.
- કિશમિશ અને દહીં નિયમિત ખાવાથી પુરુષોની સેક્સ્યુઅલ સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ પુરુષોની શારીરિક ક્ષમતા પણ વધે છે.
કયા સમયે ખાવું કિશમિશ વાળુ દહીં
આ પણ વાંચો:
સ્ટ્રેસ દુર કરી ઈમ્યુનિટી કરશે બુસ્ટ, આ રીતે બનાવેલી એલચીવાળી ચા પીવાથી થશે 6 ફાયદા
ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ કાઉંટ ઘટાડવાનું કામ કરે છે આ 5 ફુડ, તાવ આવે તો ન ખાવી આ વસ્તુ
સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે દહીંમાં કિશમિશ ઉમેરીને થતા ફાયદા ત્યારે જ થાય છે જ્યારે તમે તેને યોગ્ય સમયે ખાવાનું રાખો. કિશમિશ વાળા દહીંનું સેવન બપોરના ભોજન પહેલા અથવા તો સાંજે 4:00 વાગ્યા પછી કરવું જોઈએ. જોકે આ દહીં તમે બપોરના ભોજનની સાથે પણ ખાઈ શકો છો.
કેવી રીતે બનાવવું કિશમિશ વાળુ દહીં
કિશમિશ વાળુ દહીં બનાવવા માટે એક વાટકીમાં હૂંફાળું ગરમ દૂધ લઈ તેમાં ચારથી પાંચ કિશમિશ અને અડધી ચમચી જેટલું દહીં ઉમેરવું. બધી વસ્તુને બરાબર મિક્સ કરીને દહીંને સેટ થવા માટે આઠ કલાક માટે ઢાંકીને મૂકી દો. દહીં સેટ થઈ જાય પછી તેને ફ્રિજમાં મૂક્યા વિના જ ખાવાનું રાખો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)