સ્ટ્રેસ દુર કરી ઈમ્યુનિટી કરશે બુસ્ટ, આ રીતે બનાવેલી એલચીવાળી ચા પીવાથી થશે 6 ગજબના ફાયદા

Elaichi Tea Benefits: સવારે ચા પીવાનું ચલણ દરેક ઘરમાં હોય છે. તેમાં પણ જો ચામાં એલચી ઉમેરવામાં આવે તો તેનાથી ચાના સ્વાદમાં વધારો થાય છે. જો કે રોજ પીવાતી ચાને બદલે અલગ રીતે બનાવેલી એલચીવાળી ચા પીવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. એલચીમાં અનેક ઔષધીય ગુણો હોય છે.

સ્ટ્રેસ દુર કરી ઈમ્યુનિટી કરશે બુસ્ટ, આ રીતે બનાવેલી એલચીવાળી ચા પીવાથી થશે 6 ગજબના ફાયદા

Elaichi Tea Benefits: સવારે ચા પીવાનું ચલણ દરેક ઘરમાં હોય છે. તેમાં પણ જો ચામાં એલચી ઉમેરવામાં આવે તો તેનાથી ચાના સ્વાદમાં વધારો થાય છે. જો કે રોજ પીવાતી ચાને બદલે અલગ રીતે બનાવેલી એલચીવાળી ચા પીવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. એલચીમાં અનેક ઔષધીય ગુણો હોય છે. એલચીમાં વિટામિન, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો આપણને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. એલચીની ચા પીવાથી શરીરમાં રહેલા ઝેર તત્વો બહાર નીકળી જાય છે અને અન્ય ઘણા ફાયદા થાય છે. 

આ પણ વાંચો:

પાચન સુધરે છે - એલચીમાં ફાઈબર હોય છે જે પાચનક્રિયામાં મદદ કરે છે. તેનાથી કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ મળે છે.

શ્વાસની દુર્ગંધ દૂર થાય છે - એલચીમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે - એલચીમાં વિટામિન સી હોય છે જે એક પાવરફુલ એન્ટીઓકિસડન્ટ છે. વિટામિન સી શરીરને ચેપ સામે લડવાની શક્તિ આપે છે.  

હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે - એલચીમાં એન્ટી-ઓકિસડન્ટ હોય છે. જે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો:

એલચી ચા કેવી રીતે બનાવવી

એલચીની ચા બનાવવા માટે એક કપ ગરમ પાણીમાં એક ચમચી એલચી પાવડર ઉમેરો અને 5-10 મિનિટ માટે ઉકાળો. ચાને ગાળીને તેમાં સ્વાદ પ્રમાણે મધ ઉમેરો. એલચીની ચા દિવસના કોઈપણ સમયે પી શકાય છે. પરંતુ સવારે પીવાથી સૌથી વધુ ફાયદો થાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news