Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ કાઉંટ ઘટાડવાનું કામ કરે છે આ 5 ફુડ, તાવ આવે તો ન ખાવી આ વસ્તુઓ

Health Tips: ગુજરાત સહિત દેશભરમાં ડેન્ગ્યુના કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. વરસાદી વાતાવરણના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. ડેન્ગ્યુ એક જીવલેણ બીમારી છે. જે મચ્છરના કરડવાથી થાય છે. આ બીમારીમાં દર્દીના પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઓછા થવા લાગે છે. ડેન્ગ્યુમાં તાવ માથાનો દુખાવો સ્નાયુનો દુખાવો અને શરીરને નબળાઈ અનુભવાય છે. આ સ્થિતિમાં પાંચ એવી વસ્તુઓ છે જેને દર્દીએ ખાવાની ભૂલ કરવી નહીં. આ પાંચ વસ્તુ ખાવાથી પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટવા લાગે છે. 

મસાલેદાર ખોરાક

1/5
image

મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં બળતરા થાય છે. આવું ભોજન ડેન્ગ્યુ ના લક્ષણને વધારી શકે છે. ડેન્ગ્યુના દર્દી વધારે પડતું મસાલાવાળુ ભોજન કરે તો બ્લડિંગ ની સમસ્યા પણ થઈ શકે છે અને રિકવરીમાં પણ મુશ્કેલી થાય છે.

સેલીસિલેટ થી ભરપૂર ફૂડ

2/5
image

સેલીસિલેટ રક્તને પાતળું કરવાનું કામ કરે છે. ડેન્ગ્યુના દર્દી જો આ કમ્પાઉન્ડથી ભરપૂર વસ્તુઓનું સેવન કરે તો તેનાથી રિકવરીમાં સમસ્યા ઊભી થાય છે. આવી વસ્તુઓમાં ખાટા ફળ, ટમેટા, આદુ, લસણ, ડુંગળી, અખરોટ, બટેટા, એપ્રિકોટ, કાકડી અને દ્રાક્ષનો સમાવેશ થાય છે. 

નોનવેજ

3/5
image

ડેન્ગ્યુના દર્દીઓએ નોનવેજ ખાવાનું પણ ટાળવું જોઈએ. નોનવેજ ફૂડ વધારે મસાલા અને તેલવાળું હોય છે. તેના પાચનમાં પણ ઘણો સમય લાગે છે. જો ડેન્ગ્યુના દર્દી નોનવેજનું સેવન કરે તો રિકવરીમાં સમસ્યા થઈ શકે છે. સાથે જ નોનવેજ ખાવાથી ઇન્ફેક્શનનું જોખમ પણ વધી જાય છે.

કેફીન

4/5
image

કેફીન થી ભરપૂર drinks પણ શરીરને ડિહાઈડ્રેટ કરે છે. ડેન્ગ્યુના દર્દી માટે આવા પીણા હાનિકારક સાબિત થઈ શકે છે. જો ડેન્ગ્યુના દર્દીને ડિહાઇડ્રેશન થાય તો પ્લેટલેટ્સની રિકવરી મુશ્કેલ થઈ જાય છે. તેથી ડેન્ગ્યુના દર્દીએ કોફી ચા ને બદલે અન્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

જંક ફૂડ

5/5
image

આમ તો જંક ફૂડ કોઈપણ વ્યક્તિ માટે હેલ્ધી ખોરાક નથી પરંતુ જ્યારે ડેન્ગ્યુ થયો હોય ત્યારે આવા ખોરાકથી દૂર રહેવું. ડેન્ગ્યુમાં આવી વસ્તુઓ ખાવાથી રિકવરીમાં સમય લાગે છે અને ઇમ્યુનિટી પણ નબળી પડી જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)