Back Pain ની બૂમો પાડ્યા વિના કરો આ 6 કામ, નવો રૂપિયો ખર્ચ્યા વિના થશે આરામ
Home Remedies: આજના સમયમાં દરેક ઉંમરના લોકોમાં કમર દર્દની સમસ્યા સામાન્ય છેય. કોઈને ભારે સામાન ઉઠાવવાનાં કારણે તો કોઈને ખોટી રીતે ઊંઘવાના કારણે કમરમાં દર્દની સમસ્યા થાય છે. જો તમને પણ કમર દર્દ થાય છે તો આર્ટીકલમાં જણાવેલા ઘરેલુ ઉપચાર અજમાવી જુઓ.
Back Pain: પીઠ દર્દ કે પછી બેકપેઈન સૌથી સમાન્ય શારીરિક બિમારીઓ પૈકીની એક છે. ભારતમાં પીઠના નીચેના હિસ્સામાં દર્દ થાય તે ઘટના ચિંતાનજક છે. કારણકે ભારતમાં લગભગ 60 ટકા લોકો પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક પીઠમાં દુઃખાવાની ફરિયાદ કરે છે. બની શકે કે, ઘરમાં સફાઈ કરતા સમયે અથવા તો કોઈ ફિઝિકલ એક્ટિવિટીના કારણે પીઠમાં ઝટકો લાગ્યો હોય. અથવા તો પછી ગઠિયા અને એન્કિલોસિંગ સ્પોન્ડિલાઈટિસ જેવી જૂની સમસ્યાના કારણે પીઠમાં દર્દ થઈ રહ્યો હોય.
ઘરમાં વપરાતા મચ્છર મારવાના આ મશીનની આડઅસર જાણશો તો ઘરની ઘા કરી દેશો, જાણો નુકસાન
વર્ષો જૂના Back Pain કહી દો ટાટા-બાય બાય, ડેલી ડાયેટ શરૂ કરો આ 5 વસ્તુઓ
ક્યારેક ક્યારેક આ દર્દ અસહનીય બની જાય છે. લાંબા સમય સુધી કમરમાં દુખાવો થતો હોય તો, ડોક્ટરને બતાવવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણીવાર સામાન્ય પીઠદર્દને તમે ઘરે પણ ઠીક કરી શકો છો. વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન સેન્ટ લુઈસે ન્યૂરોલોજિકલ સર્જરી ડિપાર્ટમેન્ટ માટે કરોડરજ્જૂની સર્જરી માટે હેડ વિલ્સન રે કહે છે, ઘરેલુ ઉપચાર પીઠ દર્દના ઈલાજ માટે બેસ્ટ છે. આમાં તમે દવા ખાવામાંથી છૂટકારો મેળવી શકો છો અને સારવાર માટે એક રૂપિયો પણ વધારે ખર્ચ નથી થતો. જો તમને પણ પીઠમાં દુખાવાની ફરિયાદ હોય તો આ ઘરેલુ ઉપચાર અજમાવી જુઓ.
Shukrawar Upay: આજે સૂર્યાસ્ત થતાં જ કરી લો આ કામ, લક્ષ્મીજી કૃપાથી બદલાશે તકદીર
હોમિયોપેથિક દવા લેવાની સાચી રીત કઈ છે?જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો નહી થાય કોઇ ફાયદો
1) ચાલતા રહો (Keep Moving)-
વિલ્સન રેનાં જણાવ્યા મુજબ, અલગ અલગ પ્રકારા પીઠદર્દના પગલે દર્દીઓમાં એક સામાન્ય વહેમ રહે છે કે તે એક્ટિવ નથી ચાલી શકતા. પરંતુ જો તમે તમારી એક્ટિવિટી જાળવી રાખો છો અથવા તો ચાલતા રહો છો તો, પીઠના દુઃખાવામાંથી રાહત મળે છે. એટલા માટે પીઠ દર્દીની સમસ્યાથી પીડાતા લોકોએ દરરોજ ઓછામાં ઓછુ 30 મિનિટ સુધી ચાલવુ જરૂરી છે.
2) સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થ એક્સરસાઈઝ-
પેટના મસલ્સ પીઠને સહારો આપવામાં મદદ કરે છે. તાકાત અને લચીલાપણુ બંને તમારા દર્દને દૂર કરવામાં અને પીઠના દુઃખાવાને રોકવામાં મદદ કરે છે. એટલા માટે સ્ટ્રેચિંગ અને પીઠને મજબૂત કરતી એક્સરસાઈઝ કરાવનું ન ભૂલતા. આ માટે યોગ, પિલેટ્સ અને તાઈ ચી તમારા કોર અને હિપ્સની આસપાસની માંસપેશીઓને મજબૂત કરવામાં મદદ કરે છે.
શું તમે પણ કલાકો સુધી જુઓ છો રીલ્સ? સુધરી જજો..નહીતર થશે આ ગંભીર બિમારીઓ
શરૂ થયો 3 રાશિવાળાનો સારો સમય, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન આપશે અઢળક ધન-સંપત્તિ
3) યોગ્ય પોશ્ચર રાખો-
યોગ્ય પોશ્ચર તમારી પીઠના નીચેના હિસ્સા પર દબાણને ઓછુ કરવામાં મદદ કરે છે. જો તમારી પીઠમાં દર્દ છે તો તમે પોતાની કરોડરજ્જૂને અલાઈમેન્ટમાં રાખવા માટે ટેપ, સ્ટ્રેપ્સ અથવા તો સ્ટ્રેચી બેન્ડ્સનો ઉપયોગ કરી શકો છો. ખભાને વધુ આગળ તરફ ઝૂકેલા ન રાખો. આમ કરવાથી લોઅર બેક પર વધારે લોડ પડે છે.
જો તમે સ્ક્રીનની સામે કામ કરો છો તો, તમારા હાથને ટેબલ કે ડેસ્કની સમાંતરે રાખો અને પોતાની આંખોને સ્ક્રીની ઉપરના હિસ્સામાં રાખો નહીં કે, માથુ ઝૂકાવીને.
Gold Astrology: સોનું પહેરવાનો શોખ હોય તો જાણી લેજો! કોના માટે છે શુભ કોના માટે અશુભ
Chanakya Niti: આ ત્રિપુટીનો સાથ મળી ગયો તો સમજો બેડો થઇ ગયો પાર, સફળતા તમારી પગ ચૂમશે
4) વજન મેન્ટેન કરો-
જો કોઈનું વજન કોઈ કારણોસર વધારે છે, તો સ્વાભાવિક છે કે તેની પીઠમાં દર્દ થશે. કમર દર્દમાંથી બચવા માટે વજન ઓછુ કરો જેથી પીઠના નીચેના હિસ્સામાં દબાણ ઓછું થઈ શકે. જો તમારે વજન ઓછુ કરવા માટે મદદની જરૂર છે તો કોઆ ફિટનેસ ટ્રેનર મદદ લઈ શકો છો.
પાણી પીવાનો યોગ્ય સમય કયો? ખોટા સમયે પાણી પીવાથી શરીરમાં થાય છે આ ખતરનાક વિપરિત અસર
આ 5 વસ્તુઓ સાથે કારેલા ખાશો તો સમજો શરીરને ફાયદાને બદલે થશે નુકસાન
5) ધુમ્રપાન છોડો-
રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે, જો તમે ધુમ્રપાન કરો છો તો, તમને અન્યની સરખામણીમાં કરોડરજ્જૂમાં દુઃખાવો થવાની સંભાવના 4 ગણી વધારે છે. સિગરેટ તથા અન્ય તમાકુ જેવા વ્યસનોમાં નિકોટીન તમારી કરોડરજ્જૂને વધારે નબળી કરે છે. અને સ્પંજી ડિસ્કમાંથી મહત્વપૂર્ણ પોષક તત્વો ઓછા કરી દે છે. એટલા માટે ધુમ્રપાનની ટેવ છોડવી જરૂરી છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
પરવળ એવી સબ્જી જે બ્લડ પ્યૂરીફાઇ કરે છે, પરંતુ તેને ખાવાથી થાય છે આ નુકસાન
ઓછા ખર્ચમાં એપ્પલ બોરની ખેતી કરી 6 મહિનામાં જ કરો તગડી કમાણી, આ રીતે થાય છે ખેતી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube