નવી દિલ્હી: આજના દિવસે કોરોના વાયરસ (Coronavirus)ને લઇને વૈજ્ઞાનિકોના નવ સંશોધનો આવી રહ્યાં છે. આ વચ્ચે સવાલ એ પણ છે કે, શું એર કન્ડિશન (Air Condition)માં રહેવાથી પણ કોરોના વાયરસ ફેલાઇ શકે છે? વૈજ્ઞાનિકનું માનવું છે કે, મહામારીના આ સમયમાં એર કન્ડિશનથી પણ કોરોના વાયરસ ફેલાવાનો ખતરો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Good News: માત્ર 39 રૂપિયામાં મળશે કોરોનાની ટેબલેટ, જાણો કંઇ કંપનીએ તૈયાર કરી આ દવા


શું કહે છે વૈજ્ઞાનિકો
હોવર્ડ ટીએચ ચાન સ્કૂલ પબ્લિક હેલ્થ (Havard TH Chan School of Public Health)ના પ્રોફેસર એડવર્ડ નાર્ડેન કહે છે કે, કોરોના વાયરસ માટે નીચું તાપમાન એક વરદાન છે. આ તાપમાનમાં આ મહામારી વધુ ફેલાય છે. આજ કારણોસર ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થયો છે. પ્રોફેસર એડવર્ડના જણાવ્યા પ્રમાણે, જ્યારે બહારની ગરમી થવા પર એર કન્ડિશન માત્ર અંદરની હવાને જ સર્કુલેટ કરે છે. જો રૂમમાં કોરોના વાયરસ હવામાં ફેલાઇ જાય તો બીજાને પણ સંક્રમિત કરી શકે છે.


આ પણ વાંચો:- કોરોનાના કહેર વચ્ચે વધુ એક બ્લડ ટેસ્ટની થઇ શરૂઆત, ખાસ જાણો તેના વિશે


વૈજ્ઞાનિકો કરી રહ્યા છે સંશોધન
ઇન્ફેક્શિયસ ડિસીસ સોસાયટી ઓફ અમેરિકામાં છપાયેલા એક આર્ટિકલ અનુસાર કેટલાક વૈજ્ઞાનિકોએ તેમના પ્રાથમિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, એર કન્ડિશનના કારણે કોરોના વાયરસ ફેલાઇ શકે છે. એવામાં આ વૈજ્ઞાનિકોએ આ મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની સાથે મળીને સમગ્ર દુનિયામાં એક વ્યાપક સંશોધન કરવાની વાત કરી છે. વૈજ્ઞાનિકોના અનુસાર કોરોના વાયરસ ફેલાવવામાં એર કન્ડિશન પણ જવાબદાર હોઇ શકે છે.


આ પણ વાંચો:- કોરોનાની સારવાર થશે 40% સસ્તી, દેશમાં જ મળી ગઈ દવા બનાવનાર કંપની


બોલતા અને શ્વાસ લેવાથી ફેલાય છે કોરોના વાયરસ
હાલમાં જ નેબ્રાસ્કા યુનિવર્સિટી (Nebraska University)માં તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનમાં પ્રથમ વખત એવું જાણવા મળ્યું છે કે, માઇક્રો ડ્રોપલેટ્સ (Micro Droplets)ના ખુબજ બારીક કણો દ્વારા પણ વાયરસ ફેલાઇ શકે છે. તેનાથી આ માન્યતાને બળ મળે છે કે ખાંસી અન છીંકવાથી જ નહીં પરંતુ બોલવા અને શ્વાસ લેવામાં પણ કોરોના વાયરસ ફેલાય છે. આ સાથે જ વૈજ્ઞાનિકોની માન્યતા પર સવાલ ઉભા થઇ રહ્યાં છે કે, બે મીટરનું અંતર રાખવાથી આ મહામારીથી બચી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube