Fruits In Breakfast: આજના સમયમાં લોકોની લાઈફ સ્ટાઈલ એટલે ખરાબ થઈ ગઈ છે કે તેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર થવા લાગી છે. દર બીજી વ્યક્તિ કોઈને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત હોય છે. તેમાં સૌથી વધારે ડાયાબિટીસ, વધારે વજન, હાર્ટ ની તકલીફો જોવા મળે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ જણાવે છે કે જો સ્વાસ્થ્યને સારું રાખવું હોય તો આહાર સૌથી પહેલા સુધારવો જોઈએ. આહારમાં જો તમે ફળ અને શાકભાજીનું સેવન વધારે કરશો તો ઘણી બધી બીમારીઓથી બચી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક વ્યક્તિએ નિયમિત ફળનું સેવન કરવું જરૂરી છે. ફળ દ્વારા શરીરને વિટામીન્સ અને મિનરલ્સ સહિતના પોષક તત્વો મળે છે. આમ તો ફળ કોઈપણ સમયે ખાઈ શકાય છે પરંતુ જો તમે ફળને યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ખાશો તો તમને આખો દિવસ શરીરમાં એનર્જી જળવાઈ રહેશે અને તેનાથી સ્વાસ્થ્યને લાભ પણ વધારે થાય છે.


ફળ ખાવાનો યોગ્ય સમય


આ પણ વાંચો:


રસોડાની આ 5 વસ્તુઓ છે નેચરલ Blood Purifier, નિયમિત ખાવાથી ત્વચાની વધશે રંગત


કોઈનું એઠું ખાવાની આદત હોય તો આજથી જ બદલો... આમ ખાવાથી પ્રેમ નહીં વધે છે બીમારીઓ


ખાલી કાળા ચશ્મા પહેરવાથી નહીં અટકે આંખનો રોગ, આ વાતનું પણ ધ્યાન રાખવું છે જરૂરી


કેટલાક ફળ એવા હોય છે જેને સવારે ખાલી પેટ ખાવાથી વધારે ફાયદો થાય છે. આપણને તમે સવારે નાસ્તામાં એટલે કે સવારે 10 થી 12 કલાકની વચ્ચે ખાઈ શકો છો. આ રીતે ફળ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે ફોર્ડ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે જો સવારે તમે તેને ખાશો તો વધતું વજન પણ અટકશે અને શરીરને એનર્જી પણ મળશે.


ખાલી પેટ ખાવા આ ફળ


કીવી


કીવીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. તેને તમે ખાલી પેટ ખાઈ શકો છો. ડેન્ગ્યુમાં કીવી ખૂબ જ ફાયદો કરે છે. તેના કારણે પાચનતંત્ર બરાબર રીતે કામ કરે છે અને શરીરને ભરપૂર એનર્જી મળે છે.


સફરજન


તમે ખાલી પેટ સફરજન ખાઈ શકો છો. તેના કારણે વજન ઓછું કરવામાં મદદ મળશે અને પોષક તત્વોની ખામી પણ દુર થશે. તેનાથી કબજિયાત અને ગેસથી પણ છુટકારો મળે છે.


આ પણ વાંચો:


રોજ એક સાથે સમાન માત્રામાં ખાવા કાજુ, બદામ, કિસમિસ, શરીરની આ સમસ્યાઓથી મળશે મુક્તિ


Rice Water: ચોખાના પાણીથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણી તેને ફેંકવાનું તમે કરશો બંધ


દાડમ


દાડમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તમે ખાલી પેટે દાડમ ખાઈ શકો છો. દાડમ ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ નથી થતી. અને રોગપ્રતિકારક શક્તિ પણ સુધરે છે.


પપૈયું


પપૈયું ખાવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. જો તમે વજનને નિયંત્રણમાં રાખવા માંગતા હોય તો પપૈયું બેસ્ટ વિકલ્પ છે. પપૈયું ખાવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે. 



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)