ખાલી કાળા ચશ્મા પહેરવાથી નહીં અટકે આંખનો રોગ, આ વાતનું પણ ધ્યાન રાખવું છે જરૂરી
Conjunctivitis: સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર આ સમસ્યામાં ફક્ત કાળા ચશ્મા પુરતા નથી. આ રોગ વધારે ન ફેલાય તે માટે જરૂરી છે કે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે. જેમ કે જે વ્યક્તિને આંખની સમસ્યા હોય તેણે અન્ય લોકોથી સોશિયલ ડિસ્ટન્સ રાખવું. આ સિવાય પોતે પહેરલા ચશ્મા પણ જ્યાં ત્યાં મુકવા ન જોઈએ.
Trending Photos
Conjunctivitis: રાજ્યના અમુક જિલ્લાઓમાં હાલમાં આંખોમાં કનઝંક્ટીવાઈટીસના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેને સામાન્ય ભાષામાં આંખ આવવી પણ કહેવાય છે. આંખ આવે તો ગભરાવાની જરૂર નથી પણ આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે. કારણ કે આ રોગ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી ઝડપથી ફેલાય છે. તેવામાં જો આંખનો રોગ કોઈને થાય તો તેઓ કાળા ચશ્મા પહેરી લેતા હોય છે. એમ માને છે કે આમ કરવાથી આંખનો ચેપ ફેલાશે નહીં.
આ પણ વાંચો:
સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર આ સમસ્યામાં ફક્ત કાળા ચશ્મા પુરતા નથી. આ રોગ વધારે ન ફેલાય તે માટે જરૂરી છે કે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે. જેમ કે જે વ્યક્તિને આંખની સમસ્યા હોય તેણે અન્ય લોકોથી સોશિયલ ડિસ્ટન્સ રાખવું. આ સિવાય પોતે પહેરલા ચશ્મા પણ જ્યાં ત્યાં મુકવા ન જોઈએ.
કારણ કે ચશ્માના માધ્યમથી પણ આ સંક્રમણ ફેલાય છે. જ્યાં ચશ્મા રાખો ત્યાં વાયરસ પ્રસરે છે અને પછી ત્યાંથી રોગના જીવાણુ અન્ય સુધી પહોંચે છે. દૂષિત વસ્તુઓના સ્પર્શ પછી આંખનો સ્પર્શ કરવાથી પણ આ બીમારી ફેલાય છે.
ડોકટર્સના જણાવ્યાનુસાર હાલના સમયમાં વારંવાર હાથ ધોવાને પ્રાથમિકતા આપો. આ સિવાય જો આંખની સમસ્યા થાય ત્યારે ડોક્ટરનો સંપર્ક કરવો અને ડોક્ટરના જણાવ્યાનુસાર સારવાર કરવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે