રસોડાની આ 5 વસ્તુઓ છે નેચરલ Blood Purifier, નિયમિત ખાવાથી ત્વચાની વધશે રંગત

Health Tips: રક્તની અશુદ્ધિના કારણે ચહેરા પર ડાઘ, ખીલ જેવી સમસ્યા થાય છે. આ સિવાય આંતરડાનું સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે અને કબજિયાત રહે છે. રક્તની અશુદ્ધિના કારણે ઇમ્યુનિટી પણ નબળી પડી જાય છે. ટૂંકમાં કહીએ તો એ ખૂબ જ જરૂરી છે કે રક્તની અશુદ્ધિઓ શરીરમાંથી બહાર નીકળે.

Trending Photos

રસોડાની આ 5 વસ્તુઓ છે નેચરલ Blood Purifier, નિયમિત ખાવાથી ત્વચાની વધશે રંગત

Health Tips: આપણા શરીરમાં રક્ત જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે કે રક્ત શુદ્ધ હોય. જો રક્તમાં અશુદ્ધિ હોય તો ઘણી ગંભીર બીમારીઓ શરીરમાં વધે છે. રક્તની અશુદ્ધિ સૌથી પહેલા ત્વચા પર જોવા મળે છે. રક્તની અશુદ્ધિના કારણે ચહેરા પર ડાઘ, ખીલ જેવી સમસ્યા થાય છે. આ સિવાય આંતરડાનું સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે અને કબજિયાત રહે છે. રક્તની અશુદ્ધિના કારણે ઇમ્યુનિટી પણ નબળી પડી જાય છે. ટૂંકમાં કહીએ તો એ ખૂબ જ જરૂરી છે કે રક્તની અશુદ્ધિઓ શરીરમાંથી બહાર નીકળે. જો તમને મનમાં એવો પ્રશ્ન થતો હોય કે કેવી રીતે આ કામ કરવું તો તમને જણાવી દઈએ કે રક્તને કુદરતી રીતે પ્યુરીફાય કરવા માટે તમે કેટલીક વસ્તુઓનું સેવન કરી શકો છો. 

આપણા ઘરના રસોડામાં એવી ઘણી બધી વસ્તુઓ છે જેનું સેવન કરવાથી કુદરતી રીતે રક્ત શુદ્ધ થાય છે. રસોઈમાં ઉપયોગમાં આવતી આ વસ્તુઓ નેચરલ બ્લડ પ્યુરીફાયર. આ વસ્તુઓનું સેવન કરવાથી રક્ત શુદ્ધ થાય છે. જેની અસર ચહેરા ઉપર તમને સૌથી વધારે જોવા મળશે. આ વસ્તુઓનું સેવન કરવાથી તમારું ચહેરો કુદરતી રીતે ચમકવા લાગશે.

રક્ત શુદ્ધ કરતી વસ્તુઓ

આ પણ વાંચો:

1. લીમડાના પાન એન્ટિબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લેમેટ્રી ગુણથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી રક્તમાં જમા થયેલી અશુદ્ધિઓ શરીરમાંથી બહાર નીકળી જાય છે. તેના માટે સવારે ખાલી પેટ 4 થી 5 લીમડાના પાન ચાવીને ખાઈ જવા. આમ કરવાથી રક્ત શુદ્ધ થાય છે.

2. ગોળનો ટુકડો પણ રક્ત અને કુદરતી રીતે શુદ્ધ કરી શકે છે. તેનો ઉપયોગ કરવાથી હિમોગ્લોબિન લેવલ સુધરે છે. ગોળ વિશે એવું પણ કહેવાય છે કે ગોળ જેટલો જૂનો તેટલો સારો. જો તમે નિયમિત રીતે ગોળનું સેવન કરો છો તો પણ તમારું બ્લડ શુદ્ધ થાય છે.

3. હળદરનો ઉપયોગ તમે અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યામાં દવા તરીકે કરતા હશો. આ હળદર રક્ત ને પણ શુદ્ધ કરી શકે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે જે રક્તને શુદ્ધ કરવામાં મદદ કરે છે. 

4. તુલસીનો ઉપયોગ પણ બ્લડ પ્યોરીફાયર તરીકે કરી શકાય છે. રોજ સવારે તુલસીના પાંચ પાંચ ચાવીને ખાવાથી અથવા તો ચામાં તુલસીના પાન ઉમેરીને તેનું સેવન કરવાથી રક્ત શુદ્ધ થાય છે.

5. લસણનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે સવારે ખાલી પેટ લસણનું સેવન કરો છો તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને સાથે જ રક્ત પણ શુદ્ધ થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news