નવી દિલ્હીઃ આજકાલની બદલતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે લોકો ઘણી બીમારીની ઝપેટમાં આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે તમારી થાળીમાં પોષક તત્વોથી ભરપૂર વસ્તુ હોય, પરંતુ આ દિવસોમાં લોકો જાણતા-અજાણતા એવી સફેદ વસ્તુનું સેવન કરે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તમારા ભોજનમાં ચોખા, મેંદો, ખાંડ અને મીઠાનો વધુ ઉપયોગ હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. થાળીમાં રહેલા આ ખાદ્ય પદાર્થ મોટાપો, હાઈ બીપી, કિડની ફેલિયર અને ડાયાબિટીસ સહિત ઘણી ખતરનાક બીમારીઓને જન્મ આપે છે. આવો જાણીએ કઈ સફેદ વસ્તુ છે જેનું સેવન કરવાથી તમારે દૂર રહેવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સફેદ વસ્તુનું ખુબ ઓછું સેવન કરે
ખાંડઃ
ખાંડનો વધુ ઉપયોગ તમને ગંભીર બીમારીની ઝપેટમાં લઈ શકે છે. તેના વધુ સેવનથી ન માત્ર તમારી એનર્જી ઘટે છે પરંતુ ડાયાબિટીસની સંભાવના વધી જાય છે. જો તમને ખાંડનું વધુ ક્રેવિંગ થાય છે તો તમે ગોળ કે મધનું સેવન કરી શકો છો.


સફેદ મીઠુંઃ સફેદ મીઠાનું વધુ સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. વધુ નમક ખાવાથી કિડની સાથે જોડાયેલી બીમારીની સંભાવના વધી જાય છે અને તે હાડકાં પણ નબળા પાડે છે. તેથી સફેદ નમકનું સેવન ઓછું કરવું જોઈએ.


ચોખાઃ ભોજનમાં ભાત ન હોય તો અધુરૂ લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે ચોખાનું વધુ સેવન કરવાથી સુગર સહિત મોટાપાની સમસ્યા વધી જાય છે. તેથી તમે સફેદ ચોખાની જગ્યાએ બ્રાઉન રાઇસનું સેવન કરો.


આ પણ વાંચોઃ Health Tips: નિરાંતે ઊંઘવું હોય તો રાત્રે ન ખાવી આ વસ્તુઓ, ખાવાથી ઊંઘ હરામ થઈ જશે


મેંદોઃ મેંદો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રિસર્ચ પ્રમાણે મેંદામાં રહેલ રિફાઇન્ડ કાર્બ્સથી શરીરે વધુ ઇંસુલિન બનાવવું પડે છે, જેનાથી લોકોને વધુ ભૂખ લાગે છે અને લોકો ઓવરઇટિંગ કરે છે. તેનાથી માત્ર વજન વધતું નથી પરંતુ હાઈ બ્લડ સુગર અને પાચન તંત્રની સમસ્યા પણ વધી શકે છે. તેવામાં મેંદાની જગ્યાએ જુવાર, રાગીનો મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરો.


સફેદ બ્રેડઃ તમારે સફેદ બ્રેડનું સેવન ઓછું કરવું જોઈએ. હકીકતમાં સફેદ બ્રેડ રિફાઇન્ડ લોટથી બને છે. રિફાઇન્ડ લોટ બનાવવાની પ્રોસેસમાં અનાજથી વિટામિન, ફાઇબર અને મિનરલ્સ અલગ થઈ જાય છે. તેના સેવનથી મોટાપો ઝડપથી વધે છે.


ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.