Tulsi Benefits:ભારતીય ઘરમાં તુલસીને માતા માનીને તેનું પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પણ ઘરમાં તુલસી હોવી શુભ ગણાય છે. તુલસીના ઔષધિ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત તુલસીના પાનને ચા અથવા તો ઉકાળા બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આમ તો તમે તુલસીના કેટલાક ફાયદા વિશે જાણતા જ હશો. પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદમાં તુલસી ખાવાના કેટલાક ખાસ ફાયદા વિશે જણાવ્યું છે ? આજે તમને તુલસી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે તેના વિશે જણાવીએ. તુલસીના પાન રોજ ખાવાથી થતા આ ફાયદા વિશે આજ સુધી તમે નહીં જાણ્યું હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સફેદ જીભ, પગમાં સોજા અને નખમાં આવા ફેરફાર જોવા મળે તો સમજી ગડબડ છે શરીરમાં


મગજ શાંત કરે છે


તુલસીમાં એવા ઘણા ગુણ હોય છે જે મગજને શાંત રાખે છે અને સ્ટ્રેસ ઘટાડે છે. તુલસીના પાન એન્ઝાઈટી ઓછી કરવામાં પણ મદદ કરે છે. તેના માટે તમે રોજ તુલસીના પાન ચાવીને ખાઈ શકો છો અથવા તો તમે તેને ચામાં ઉમેરીને પણ પી શકો છો. 


ઇમ્યુનિટી બુસ્ટ કરે છે


તુલસીમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. તે એન્ટિ ઓક્સિડન્ટ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો તમે તુલસીનું સેવન રોજ કરો છો તો તમારી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. જેથી વારંવાર ઇન્ફેક્શન અને બીમારી થવાનું જોખમ ઘટી જાય છે. 


આ પણ વાંચો: શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈ શરદી, ઉધરસ મટાડવાનું કામ કરે છે લસણ


રેસ્પરેશન રહે છે બરાબર


જ્યારે પણ કોઈ વ્યક્તિને શરદી કે ઉધરસ થાય તો તેને તરત ઉકાળો બનાવીને પીવડાવવામાં આવે છે આ ઉકાળામાં તુલસી પણ ઉમેરવામાં આવે છે. વર્ષોથી દાદી નાનીનો આ નુસખો કામ આવે છે. તેનું કારણ છે કે ઉકાળામાં ઉમેરેલી તુલસી છાતીમાં જામેલા કફને દૂર કરે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. 


પાચન રહે છે સારું


જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તેમણે તુલસીના પાન આવીને ખાવા જોઈએ. તુલસી એસીડીટી મટાડે છે અને પાચન સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદો કરે છે. પાચનની તકલીફ રહેતી હોય તો તમે પાણીમાં તુલસી ઉકાળીને પી શકો છો.


આ પણ વાંચો: ત્રાટક સહિત આ 4 આયુર્વેદિક ઉપાયો દૂર કરશે તમારા નજરના ચશ્મા, આંખોની સુધરી જશે રોશની


બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં


જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમના માટે તુલસી ફાયદાકારક છે. તુલસીનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સાથે જ તુલસી સ્કિન ઇન્ફેક્શન અને હાર્ટ પ્રોબ્લેમને રોકવામાં મદદ કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)