Health Tips: સફેદ જીભ, પગમાં સોજા અને નખમાં આવા ફેરફાર જોવા મળે તો સમજી ગડબડ છે શરીરમાં

Health Tips: જ્યારે પણ તબિયત ખરાબ થાય છે કે શરીરમાં અંદર કઈ ગડબડ હોય છે તો શરીરના અલગ અલગ અંગ પર તેના સંકેત જોવા મળે છે. આજે તમને પાંચ એવા સંકેત વિશે જણાવીએ જે શરીરમાં જોવા મળે તો તેને ઇગ્નોર કરવા નહીં. સામાન્ય લાગતા આ સંકેતો ગંભીર સમસ્યાનું લક્ષણ પણ હોઈ શકે છે. 

Health Tips: સફેદ જીભ, પગમાં સોજા અને નખમાં આવા ફેરફાર જોવા મળે તો સમજી ગડબડ છે શરીરમાં

Health Tips: જ્યારે પણ તબિયત ખરાબ થાય છે કે શરીરમાં અંદર કઈ ગડબડ હોય છે તો શરીરના અલગ અલગ અંગ પર તેના સંકેત જોવા મળે છે. આ સંકેતોને સમજીને જો તેનો ઈલાજ કરી લેવામાં આવે તો હોસ્પિટલ જવા સુધીની સ્થિતિ નથી સર્જાતી. દાખલા તરીકે જો તાવ આવવાનો હોય તો અચાનક ઠંડી લાગવા માંડે છે કે શરદી, ઉધરસ થાય છે. જો આ સમસ્યાઓને સામાન્ય સમજીને તમે તેને અવગણો છો તો પછી તાવમાં તમારી સ્થિતિ ગંભીર પણ થઈ શકે છે. આવું તમારી સાથે ન થાય તે માટે આજે તમને પાંચ એવા સંકેત વિશે જણાવીએ જે શરીરમાં જોવા મળે તો તેને ઇગ્નોર કરવા નહીં. સામાન્ય લાગતા આ સંકેતો ગંભીર સમસ્યાનું લક્ષણ પણ હોઈ શકે છે. 

મસાનો કલર કે આકાર બદલવો

દરેક વ્યક્તિને શરીરમાં તલ અને મસ્સા હોય છે. આ એક સામાન્ય વાત છે. પરંતુ જો આ તલ અને મસ્સાની સાઈઝ કે કલર સતત બદલે. તો તે ત્વચાના કેન્સરના સંકેત પણ હોઈ શકે છે. આ સિવાય જો મસ્સા કે તલમાં ખંજવાળ આવે, તે સોજી જાય કે પછી તેમાંથી લોહી નીકળે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો. 

આંખમાં ફેરફાર

આંખ પણ તમારા સ્વાસ્થ્ય અંગે જાણકારી આપે છે. જો આંખમાં સફેદ નિશાન કે કોર્નિયલ આર્કસ જોવા મળે તો સમજી લેવું કે શરીરમાં ફેટ વધી રહ્યું છે. અસામાન્ય આંખ વધેલા કોલેસ્ટ્રોલનું લક્ષણ હોય છે. જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો હાર્ટ એટેકનું જોખમ વધે છે.

સફેદ જીભ

જો જીભનો રંગ ગુલાબી હોય તો તે સામાન્ય છે પરંતુ જીભનો રંગ સફેદ કે પીળો હોય તો તે સીલિએક ડિસીઝનો સંકેત હોઈ શકે છે. તેનો મતલબ થાય છે કે તમારું શરીર ગ્લુટનને પચાવી શકતું નથી તેથી તમારે ગ્લુટન ફ્રી વસ્તુ ખાવી જોઈએ. 

પગમાં સોજા

જો તમારા હાથ કે પગમાં સોજા રહેતા હોય અને તમને સતત થાકનો અનુભવ થતો હોય તો કિડની સંબંધિત સમસ્યા હોઈ શકે છે. જ્યારે કિડની બરાબર રીતે કામ નથી કરતી તો શરીરમાં સોડિયમ જમા થવા લાગે છે. જેના કારણે હાથ અને પગમાં સોજા આવી જાય છે.

નખ પર નિશાન

જો તમારા નખ પર સફેદ લાઈનો દેખાવા લાગે તો સમજી લેવું તમને થાઇરોડ સંબંધિત કોઈ સમસ્યા છે. આ સિવાય નખ પર દેખાતા નિશાન ઘણી વખત કેલ્શિયમ, પ્રોટીન કે વિટામીન એની ઉણપનો સંકેત પણ હોય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news