ચા હંમેશા ગરમ પીવી ગમતી હોય છે. એ વાત પણ છે કે ગરમ ચા પીવાની મજા જ કઈંક ઓર હોય છે. પરંતુ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ચાના કપમાં ચા નાખ્યા બાદ 5 મિનિટ પછી જ ચા પીવાની મજા લેવી જોઈએ નહીં તો નુકસાન પહોંચી શકે છે. વિશેષજ્ઞો કહે છે કે ચાના કપમાં ચા નાખ્યા બાદ ઓછામાં ઓછી  પાંચ મિનિટ પછી ચા પીવી જોઈએ. જો તમે કપમાં ચા નાખતાની સાથે જ તરત ગરમ ચા પીવાના શોખીન છો તો તમારા માટે આ આદત જોખમી સાબિત થઈ શકે છે. તમારા ગળા અને અન્નનળીને નુકસાન પહોંચી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે ઉઠતા જ ખાલી પેટે પીઓ પાણી, થશે આ 6 જબરદસ્ત ફાયદા


બ્રિટિશ મેડિકલ જર્નલમાં એ વાત સામે આવી છે કે વધુ ગરમ ચા પીવાથી અન્નનળીનુ કે ગળાનું કેન્સર થવાનું જોખમ આઠ ગણું વધી જાય છે. એક ઉદાહરણ જાણવા જેવું છે. ઈરાનમાં ચા ખુબ વધારે પીવાતી હોય છે. જ્યારે ત્યાંના લોકો સિગરેટ અને તમાકુનું સેવન સુદ્ધા ન હતા કરતા પરંતુ આમ છતાં તેમનામાં ઈસોફેગલ કેન્સરની ફરિયાદ બહુ જોવા મળી. તેની પાછળનું કારણ ખુબ ગરમ ચા હતી જે ગળાના ટિશ્યુને નુકસાન પહોંચાડે છે. 


ચાને ચૂલ્હા પરથી નીચે ઉતારતાની સાથે જ બે મિનિટની અંદર પીનારા લોકોને કેન્સરનું જોખમ તે લોકો કરતા પાંચ ગણું વધી જાય છે જે ચાર કે પાંચ મિનિટ બાદ પીવે છે. 


ડાયાબિટીસના દર્દીઓ આ 5 ફળોનું કરી શકે છે સેવન


આ વાતના રિસર્ચ માટે લગભગ પચાસ હજાર લોકોની પસંદગી થઈ હતી. તેમના પર અભ્યાસ કર્યા બાદ આ વાત સામે આવી હતી. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ ચા પીવા અને કપમાં નાખવાની વચ્ચે ઓછામાં ઓછું પાંચ મિનિટનું અંતર હોવું જોઈએ. 


ગરમ ચા પીવાથી એસિડિટી, અલ્સર, અને પેટ સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે. માત્ર ગરમ ચા જ નહીં પરંતુ કોઈ પણ વસ્તુ ખુબ ગરમ હોય તો તે પેટના આંતરિક પડને પ્રભાવિત કરે અને તે સંલગ્ન બીમારીઓનું જોખમ પણ વધે છે. આથી યાદ રાખો કે કોઈ પણ વસ્તુ એટલી જ ગરમ ખાવી જોઈએ જેનાથી મોઢા અને ગળામાં જ નહીં પરંતુ પેટમાં પણ બળતરા ન થાય.  


હેલ્થના વધુ આર્ટિકલ વાંચવા માટે કરો ક્લિક...