ડેન્ગ્યૂ જેવી બિમારીમાં બકરીનું દૂધ છે અમૃત સમાન, મળશે અનેક ફાયદા..!
ડેન્ગ્યૂમાં બોન મેરો પ્લેટલેટ્સ બનવાનું ઓછું થઇ જાય છે. જેના કારણે શરીરમાં પ્લેટલેટ્સ અચાનક ઘટી જાય છે. શરીરમાં ડેન્ગ્યૂ વાયરસની પ્રતિક્રિયા વિરુદ્ધ એન્ટીબોડી બનવાનું શરૂ થાય છે. જેના કારણે શરીરની પ્રતિરોધક ક્ષમતા પોતાના જ સેલ્સને ફોરેન આબ્જેક્ટ માનીને તેના પર હુમલો કરે છે.
દેશના ઘણા વિસ્તારોમાં ડેન્ગ્યૂનો કહેર જોવા મળતો હોય છે. ડેન્ગ્યૂના ઇલાજ માટે ફરજિયાત હોસ્પિટલ જવું પડે છે. સાથે જ ઘરેલું નુસ્ખાની સરખામણીમાં પપૈયાના પાનનો રસ, કીવી અને બકરીનું દૂધ પીવાની પણ સલાહ આપવામાં આવે છે. તો અમે તમને જણાવીશું કે, શું ખરેખર બકરીનું દૂધ ડેન્ગ્યૂની સામે રક્ષણ આપે છે ખરા...?
સૌથી પહેલા તમને ડેન્ગ્યૂની વાત કરીએ તો, ડેન્ગ્યૂના મચ્છરનો ઉપદ્રવ પાણીમાં થાય છે. ડેન્ગ્યૂ કિડ કેરના એમડી પિડિયાટ્રીક ડોક્ટર અનુરાગ ઠાકુરના જણાવ્યા મુજબ ડેન્ગ્યૂના વાયરસ લોહીના પ્લેટલેટ્સ પર બે રીતે અસર કરે છે. એકતરફ બોન મેરોમાં પ્લેટલેટ્સ બનવાની ગતિ ધીમી થઇ જાય છે અને બીજી તરફ પ્લેટલેસ બ્લડ સર્ક્યૂલેશનને અસર કરે છે.
ડેન્ગ્યૂમાં બોન મેરો પ્લેટલેટ્સ બનવાનું ઓછું થઇ જાય છે. જેના કારણે શરીરમાં પ્લેટલેટ્સ અચાનક ઘટી જાય છે. શરીરમાં ડેન્ગ્યૂ વાયરસની પ્રતિક્રિયા વિરુદ્ધ એન્ટીબોડી બનવાનું શરૂ થાય છે. જેના કારણે શરીરની પ્રતિરોધક ક્ષમતા પોતાના જ સેલ્સને ફોરેન આબ્જેક્ટ માનીને તેના પર હુમલો કરે છે. જેના કારણે વ્યક્તિને તાવ આવે છે. જે લગભગ 104 ડિગ્રીની આસપાસ રહે છે. ઘણા લોકોને ડેન્ગ્યૂ થાય છે. પરંતુ પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થતા નથી. આવી સ્થિતિમાં બ્રેકબોન ફિવર કહેવામાં આવે છે. જેમાં તાવની સાથે સાથે આંખોમાં દુખાવો, ખંજવાળ, માથું દુખવું અને વોમિટ પણ થઇ શકે છે.
કેન્દ્રીય કર્મચારી ખાસ વાંચે! 44% થી વધુ વધશે પગાર! 8મા પગાર પંચ પર મોટું અપડેટ
હવે ડોક્ટર અનુરાગ ઠાકુરના જણાવ્યા અનુસાર ડેન્ગ્યૂમાં ત્રીજા-ચોથા દિવસે પણ સતત પ્લેટલેટ્સ ઓછા થતા રહે છે. એવામાં બકરીનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. જેમાં દિવસ દરમિયાન દર્દીને એક લીટર બકરીનું દૂધ આપવામાં આવે છે. જેના બીજા જ દિવસે પ્લેટલેટ્સ વધવાના શરૂ થઇ જાય છે. ડોક્ટરના મત મુજબ બકરીનું દૂધ ડેન્ગ્યૂ વાયરસ સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. 2025 સુધી પહોંચેલા પ્લેટલેટ્સ બકરીનું દૂધ પીવાથી 7080 સુધી પહોંચી શકે છે.
તમને એ પણ જણાવી દઇએ કે, બકરી દૂધમાં એવું ખાસ શું છે જેનાથી ડેન્ગ્યૂ જેવી બિમારીથી બચી શકાય છે. તો સૌ પ્રથમ એક લીટર બકરીના દૂધમાં 3.8 ગ્રામ ફેટનું પ્રમાણ, 3.5 ગ્રામ પ્રોટીન, 4.1 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 2 ટકા જેટલું વિટામીન સી, 13 ટકા કેલ્શિયમ, 12 ટકા વિટામીન ડી, 3 ટકા મેગ્નેશિયમની સાથે સાથે 70 જેલી કેલેરી પણ મળે છે. બકરીના દૂધમાં આયરન અને વિટામીન બી 6 જરા પણ હોતું નથી.
કેન્દ્રીય કર્મચારી ખાસ વાંચે! 44% થી વધુ વધશે પગાર! 8મા પગાર પંચ પર મોટું અપડેટ
આ સિવાય બકરીના દૂધમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી પચવામાં પણ સરળ છે. બકરીનું દૂધ પીવાથી વોમિટ પણ થતી નથી સાથે જ પેટની સમસ્યા પણ સર્જાતી નથી. એટલા માટે ડેન્ગ્યૂ જેવી બિમારીમાં બકરીનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.
તમને એ પણ જણાવી દઇએ કે, ઘરમાં એવી કોઇ જગ્યાએ પાણીના ભરાવાથી બચવું જોઇએ.. જો પાણીનો નિકાલ ન થઇ શકે એમ હોય તો તેમાં એક ઢાંકણું પેટ્રોલ અથવા તો માટીનું તેલ નાખવું જોઇએ જેનાથી ડેન્ગ્યૂના મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય.
આ માહિતી તમને ડોક્ટરના અંગત મત દ્વારા આપવામાં આવી છે. તમે અન્ય ડોક્ટરની સલાહ લઇ શકો છો. ઝી24 કલાક આ વાતની સંપૂર્ણ પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube