Home Remedy To Prevent Diabetes: ડાયાબિટીસની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જીવનશૈલીના કારણે લોકો નાની ઉંમરમાં ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીનો શિકાર થઈ જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે ડાયાબિટીસ થવાના ઘણા કારણ હોય છે જેમાં સૌથી મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી હોય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે પરંતુ તેને જળમૂળથી મટાડી શકાતું નથી. ત્યારે આજે તમને જણાવીએ કે તમે ડાયાબિટીસના જોખમને કેવી રીતે ઘટાડી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખા અનાજ ખાવા


ડાયાબિટીસથી બચવા માટે રિફાઇન્ડ અનાજને બદલે આખા અનાજનું સેવન શરૂ કરવું જોઈએ. રિફાઇન્ડ અનાજની સરખામણીમાં આખા અનાજ ફાઇબરથી ભરપૂર હોય છે અને તે સુગર સ્પાઈકને ઘટાડે છે. તેનાથી ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટી જાય છે.


આ પણ વાંચો:


ઝડપથી ઘટાડવું હોય વજન તો આ 3 વસ્તુને કહી દો બાય બાય... 30 દિવસમાં જોવા મળશે ફરક


Diabetes ના દર્દી દૂધમાં ઉમેરીને પીવાનું રાખે આ 3 વસ્તુ તો કંટ્રોલમાં રહે છે Sugar


હદ કરતાં વધારે લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, થાય છે આ નુકસાન


મીઠી વસ્તુથી દૂર રહો


ડાયાબિટીસથી બચવું હોય તો સૌથી જરૂરી છે કે તમે ખાંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. ફળના રસ મીઠાઈ વગેરેથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. એક સંશોધન અનુસાર જે લોકો દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં ખાંડ યુક્ત આહાર લે છે તેને ડાયાબિટીસ થવાનું જોખમ ૩૦ ટકા વધી જાય છે.


કસરત કરો


ડાયાબિટીસથી બચવું હોય તો નિયમિત કસરત ખૂબ જ જરૂરી છે. રોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કસરત કરવાથી ડાયાબિટીસથી બચી શકાય છે અને તેનાથી વધતું વજન પણ અટકે છે.


ઊંઘ પૂરી કરો


ડાયાબિટીસ સહિતની અન્ય બીમારીનું સૌથી મોટું કારણ અપૂરતી ઊંઘ હોઈ શકે છે. તેથી સ્વસ્થ રહેવું હોય તો નિયમિત રીતે સારી ઊંઘ કરવી જરૂરી છે. ડાયાબિટીસથી બચવા માટે રોજ સાતથી આઠ કલાકની નીંદર કરવી ખૂબ જ જરૂરી છે.


આ પણ વાંચો:


Jogging કર્યા પછી ખાવી જોઈએ આ વસ્તુઓ, મસલ્સ થશે સ્ટ્રોંગ અને નહીં થાય Body Pain


આ લાલ સુકી વસ્તુ ડાયાબિટીસનો કરશે અંત, થોડા જ દિવસમાં દેખાશે બ્લડ રિપોર્ટમાં સુધારો


સવારે નાસ્તો


સવારનો નાસ્તો ડાયાબિટીસથી બચાવી શકે છે. લાંબા સમય સુધી ભૂખ્યું રહેવું તેનાથી મેટાબેલીઝમ પર પણ અસર થાય છે અને બ્લડ સુગર લેવલ પણ પ્રભાવિત થાય છે. તેથી સવારનો નાસ્તો હંમેશા કરવો.