Pomegranate: દાડમ પોષકતત્વોથી ભરપુર ફળ છે. રોજ એક દાડમના દાણા ખાવાથી શરીરને ઘણા લાભ થાય છે. દાડમના દાણા સ્વાદમાં ખાટા-મીઠા હોય છે. પોષકતત્વોથી ભરપુર દાડમ ખાવાથી શરીરને જરૂરી વિટામિન-સી, ફોલેટ અને પોટેશિયમ મળે છે. દાડમમાં એવા તત્વો પણ હોય છે જે ત્વચાને સુંદર બનાવે છે. રોજ સવારે ખાલી પેટ એક દાડમના દાણા ખાવાથી શરીરને અલગ અલગ લાભ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાડમ ખાવાથી થતા લાભ


આ પણ વાંચો: પેશાબ કર્યા પછી થતી બળતરા 3 ગંભીર બીમારીઓનું પ્રાથમિક લક્ષણ, આ સમસ્યાને ઈગ્નોર ન કરો


1. રોજ ખાલી પેટ એક દાડમના દાણા ખાવાથી શરીરમાં બેક્ટેરિયલ ઈંફેકશન થવાનું જોખમ ઘટે છે. નિષ્ણાંતો અનુસાર નિયમિત રીતે દાડમ ખાવાથી સ્ટ્રેસ અને સોજાની સમસ્યા ઓછી થાય છે. દાડમ હાર્ટ પ્રોબ્લેમ, કેન્સર અને ડાયાબિટીસની બીમારીમાં પણ મદદગાર સાબિત થાય છે. 


2. દાડમમાં એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. દાડમ હાર્ટ પેશન્ટ માટે લાભકારી છે. દાડમ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સ રહે છે. દાડમ બીપીની સમસ્યાને પણ કંટ્રોલ કરે છે. રોજ એક દાડમ ખાવાથી હાર્ટની હેલ્થ સુધરે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે.


આ પણ વાંચો: Sprouted Methi: ડાયાબિટીસ, બેડ કોલેસ્ટ્રોલમાં દવાની જેમ જ અસર કરશે ફણગાવેલી મેથી


3. દાડમ ફાઈબરથી ભરપુર હોય છે. ફાઈબર મળત્યાગની પ્રક્રિયામાં સહાયક છે. તેને ખાવાથી આંતરડાની સફાઈ થાય છે. તેનાથી પાચન તંત્રમાં સોજો ઓછો થાય છે. દાડમ ખાલી પેટ ખાવાથી અલ્સરની સમસ્યા અટકે છે. 


4. દાડમમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરના સોજાથી રાહત આપે છે. દાડમમાં એવા તત્વ પણ હોય છે જે કોલન કેન્સરની રોકધામમાં મદદ કરે છે. 


આ પણ વાંચો: Kidney Stone: કિડનીમાં પથરી વધારે છે આ 5 શાકભાજી, ખાતા હોય તો આજથી કરી દેજો બંધ


5. દાડમ વિટામિન સીનો મુખ્ય સોર્સ છે. તે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. દાડમ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. દાડમ ખાવાથી વાઈટ બ્લડ સેલ્સનો ગ્રોથ વધે છે. 


6. દાડમમાં એવા કંપાઉન્ડ હોય છે જે સન ટેનિંગથી બચાવે છે. દાડમ સ્કિનમાં કોલેજનનું ઉત્પાદન વધારે છે. 


આ પણ વાંચો: વરિયાળી ખાઈને વધેલા બ્લડ શુગરને કરો કંટ્રોલ, ડાયાબિટીસ હોય તેણે આ રીતે કરવો ઉપયોગ


7. દાડમ ખાવાથી બ્રેન હેલ્થ પણ સુધરે છે. દાડમમાં એવા તત્વ હોય છે જે ન્યૂરો બીમારીઓનું જોખમ ઘટાડે છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)