Health Tips: પેશાબ કર્યા પછી થતી બળતરા 3 ગંભીર બીમારીઓનું પ્રાથમિક લક્ષણ, આ સમસ્યાને ન ગણો સામાન્ય


Burning Sensation After Pee: યૂરિન પાસ કરતી વખતે કે પાસ કર્યા પછી જો બળતરા અનુભવાતી હોય તો તે સામાન્ય નથી. આ સ્થિતિની અવગણના કરવી નહીં. કારણ કે ઘણીવાર આ સમસ્યા 3 ગંભીર બીમારીનું લક્ષણ પણ હોય શકે છે.

Health Tips: પેશાબ કર્યા પછી થતી બળતરા 3 ગંભીર બીમારીઓનું પ્રાથમિક લક્ષણ, આ સમસ્યાને ન ગણો સામાન્ય

Burning Sensation After Pee: યૂરિન પાસ કરતી વખતે કે યૂરિન પાસ કર્યા બાદ પ્રાઈવેટ પાર્ટમાં થતી બળતરા ઘણીવાર સામાન્ય હોય છે. પરંતુ આ તકલીફ લાંબા સમયથી હોય તો તેને ઈગ્નોર ન કરો. આ સમસ્યા ઘણીવાર ગંભીર બીમારીનું લક્ષણ પણ હોય શકે છે. આવું વારંવાર થતું હોય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી. 

યૂરિનમાં બળતરા થવાના કારણો અલગઅલગ હોય છે. જેમાં 3 ગંભીર બીમારીઓ મુખ્ય રીતે જવાબદાર હોય છે. આજે તમને જણાવીએ આ 3 ગંભીર બીમારીઓ વિશે જેના કારણે યૂરિન પાસ કર્યા પછી કે કરતી વખતે પ્રાઈવેટ પાર્ટમાં બળતરાનો અનુભવ થાય છે. 

UTI

યૂરિન પાસ કરતી વખતે બળતરા થવાનું સૌથી મુખ્ય કારણ યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેકશન હોય શકે છે. આ સંક્રમણ મૂત્ર પ્રણાલીના કોઈપણ પાર્ટ એટલે કે કિડની, યૂરિનરી બ્લેડર કે યૂરેટરમાં થઈ શકે છે. યુટીઆઈ ઈન્ફેકશન પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે થાય છે. આ સમસ્યાના અન્ય લક્ષણોમાં વારંવાર પેશાબ થવો, યૂરિનમાંથી વાસ, પેટના નીચેના ભાગમાં દુખાવાનો સમાવેશ થાય છે. 

કિડનીમાં પથરી

યૂરિન પાસ કરતી વખતે બળતરા થતી હોય તો તે કિડનીની પથરીનું લક્ષણ પણ હોય શકે છે. કિડનીમાં નાના-નાના ખનિજ અને સોલ્ટના કણ હોય છે જે કિડનીમાં જામવા લાગે છે. પથરીના કારણે યૂરિનની નળી બ્લોક થઈ જાય છે. જેના કારણે પેશાબ કરતી વખતે બળતરા થાય છે. ઘણીવાર પથરીના કારણે પેશાબમાં લોહી પણ આવે છે. 

સેક્સુઅલી ટ્રાંસમિટેડ ડિસીઝ

યૂરિન પાસ કરતી વખતે બળતરા થવી યૌન સંચારિત રોગનું લક્ષણ પણ હોય શકે છે. STI એટલે કે યૌન રોગનું સંક્રમણ હોય તો પણ આ લક્ષણ જોવા મળે છે. ખાસ કરીને ગોનોરિયા, ક્લૈમાઈડિયા જેવી બીમારીઓમાં યૂરિન પાસ કરતી વખતે બળતરા થાય છે. આવા રોગમાં બળતરા ઉપરાંત યોનિ કે પેનિસમાં ખંજવાળ અને અસામાન્ય ડિસ્ચાર્જ પણ જોવા મળે છે. આ સિવાય યૌન સંબંધ બનાવતી વખતે દુખાવો પણ રહે છે.

અન્ય સંભવિત કારણો

આ ગંભીર સમસ્યાઓ ઉપરાંત જો પાણી ઓછું પીવાતું હોય તો પણ પેશાબમાં બળતરા થાય છે. ડાયાબિટીસના રોગીઓમાં પણ યૂરિનરી ઈન્ફેકશનનું જોખમ વધારે હોય છે. સિસ્ટાઈટિસ નામની સ્થિતિમાં પણ મૂત્રાશયમાં સોજો અને બળતરા રહે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news