Cholesterol Lowering Oil: તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે તે ઘણે અંશે ઘરમાં કયા પ્રકારનું રસોઈ તેલ વાપરવામાં આવે છે તેના પર નિર્ભર છે. ભારતમાં તેલયુક્ત ખોરાક ખાવાનું ચલણ ઘણું વધારે છે, જેના કારણે નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે, સૌ પ્રથમ તે બ્લડ પ્રેશર વધારે છે અને પછી હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર, કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝ થઈ શકે છે. હવે તમારે તમારી હેલ્થ માટે તંદુરસ્ત વિકલ્પો પસંદ કરવાની જરૂર છે. ચાલો જાણીએ કે રક્ત વાહિનીઓમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આપણે કયા રસોઈ તેલનો ઉપયોગ કરવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તેલ છે બેડ કોલેસ્ટ્રોલના દુશ્મન 


આ પણ વાંચો: 


નાળિયેર ખાવાથી શરીરને થાય છે જોરદાર ફાયદા, નિયમિત ખાશો તો નહીં લાગે લૂ અને ગરમી


કોરોનાનું XBB1.16 વેરિયંટ બાળકો માટે છે જોખમી, આ લક્ષણ જણાય તો ન સમજતાં સામાન્ય ફ્લૂ


ખાવાની આ 5 વસ્તુઓ છે Natural Painkiller, કમર અને સાંધાના દુખાવામાં ઝટપટ કરે છે અસર


ઓલિવ ઓઈલ


ભારતમાં ઓલિવ ઓઈલનું ઉત્પાદન ઓછું છે, કારણ કે અહીં ઓલિવનું ઉત્પાદન એટલું નથી, આપણે તેને મધ્ય પૂર્વ અને ભૂમધ્ય દેશોમાંથી આયાત કરવું પડે છે, જેના કારણે તેની કિંમત ઘણી વધારે છે. આ તેલ ભલે મોંઘું હોય, પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે કારણ કે તેમાં વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K મળી આવે છે,  આ તેલમાં એન્ટિઓક્સિડન્ટ ગુણોને પગલે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.


અળસીનું તેલ


અળસીના બીજને ઓમેગા-3 ફેટી એસિડનો સ્ત્રોત માનવામાં આવે છે, જે શરીરમાં ઈંફ્લેમેશનને ઘટાડે છે. જો તમે કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરી શકતા નથી, તો તમારા દૈનિક આહારમાં અળસીના બીજનો સમાવેશ કરો. ધ્યાન રાખો કે અળસીના તેલને ઊંચા તાપમાને ન રાંધો અને તેને ફ્રીજમાં રાખવાની ભૂલ ન કરો.


મગફળીનું તેલ


તમને મગફળી ખાવાનું તો ગમ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય તેના તેલનો ઉપયોગ કર્યો છે. આ તેલ ખોરાકને સ્વસ્થ બનાવે છે કારણ કે તેમાં વિટામિન ઇ અને ફાયટોસ્ટેરોલ્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)