ગળાશ માટે ખાંડને બદલે વાપરી શકાય છે આ વસ્તુઓ, નહીં વધે Sugar Level
Sugar Substitute For Diabetes Patient: માત્ર ડાયાબિટીસના દર્દીઓએ જ નહીં નોર્મલ લોકોએ પણ વધારે પડતી ખાંડ ખાવાથી બચવું જોઈએ. જો કે તેનો અર્થ એ નથી કે ગળાશ વિનાની વસ્તુઓ ખાવી પડે. તમે ખાંડને બદલે ગળાશ માટે અન્ય કેટલીક વસ્તુનો ઉપયોગ કરી શકો છો
Sugar Substitute For Diabetes Patient: એ વાત તો સૌ કોઈ જાણે છે કે ખાંડના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. પરંતુ આપણે ત્યાં માત્ર મીઠાઈમાં જ નહીં પરંતુ રોજની રસોઈમાં પણ ખાંડનો ઉપયોગ ગળાશ માટે થાય છે. આ આદત ડાયાબિટીસ હોય તેવા લોકો માટે ખરાબ છે. વધુ પડતી ખાંડ ખાવાથી ડાયાબિટીસ સિવાય, સ્થૂળતા, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક જેવી સમસ્યા થઈ શકે છે. તેથી માત્ર ડાયાબિટીસના દર્દીઓએ જ નહીં નોર્મલ લોકોએ પણ વધારે પડતી ખાંડ ખાવાથી બચવું જોઈએ. જો કે તેનો અર્થ એ નથી કે ગળાશ વિનાની વસ્તુઓ ખાવી પડે. તમે ખાંડને બદલે ગળાશ માટે અન્ય કેટલીક વસ્તુનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડશે નહીં અને શરીરને ફાયદો પણ થશે.
આ પણ વાંચો:
Heart Attack થી બચવું હોય તો આજથી જ બંધ કરી દો આ 4 વસ્તુ ખાવાનું
Heart અને Immunity માટે વરદાન છે આ 5 વસ્તુ, ડાયટમાં સામેલ કરો અને જુઓ કમાલ
પેટની ગરમીને દુર કરવા ઉનાળામાં પીવો Mint Tea, આ ચા પીવાથી નહીં લાગે લૂ
સાકર- સાકરનો રંગ ખાંડ જેવો જ હોય છે, પરંતુ તે ખાંડનો હેલ્ધી વિકલ્પ છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો કે સાકર ખરીદતી વખતે પણ ધ્યાન રાખવું કારણ કે ઘણી દુકાનોએ ખાંડ પણ સાકરની જેમ મોટા કટકામાં મળતી હોય છે.
ગોળ- ગોળને ખૂબ જ હેલ્ધી મીઠી વસ્તુ છે. તેનો ઉપયોગ પાવડર અને ગઠ્ઠાના રૂપમાં થાય છે. તેમાં પોષક તત્વો ભરપુર હોય છે તેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે કુદરતી રીત રક્ત શુદ્ધ કરે છે. તે લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને કબજિયાત પણ મટાડે છે.
મધ - મધનો સ્વાદ ભલે મીઠો હોય છે, પરંતુ તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, તેનો ઉપયોગ ખાંડના વિકલ્પ તરીકે કરી શકાય છે, તે સરળતાથી પચી જાય છે અને તેનાથી સુગર લેવલ વધતું નથી. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તે હાર્ટ માટે ફાયદાકારક છે અને તે ચરબી બાળવામાં પણ મદદ કરે છે.
આ પણ વાંચો:
શું તમારું ફાસ્ટિંગ સુગર પણ high રહે છે? તો ખાલી પેટ ખાવાનું રાખો આ 2 વસ્તુ
આ વસ્તુ ખાવાથી સ્ત્રી અને પુરુષ બંનેની વધે છે Fertility, આડઅસર વિના કરશે ફાયદો
રસોડાના આ મસાલા શરીરમાંથી શોષી લે છે સુગર, આ રીતે ખાશો તો ડાયાબિટીસ રહેશે કન્ટ્રોલમા
સ્ટીવિયા - સ્ટીવિયાને ઝીરો કેલરીવાળું કુદરતી સ્વીટનર છે. તે સ્ટીવિયાના છોડના પાંદડામાંથી કાઢવામાં આવે છે. તેને મીઠી તુલસી પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને આયુર્વેદિક દવાઓ પણ તૈયાર કરવામાં આવે છે. તે ખાંડ કરતાં 25 ગણી મીઠી હોઈ શકે છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
ડેટ સુગર - ખજૂર એક ખૂબ જ મીઠું ફળ છે અને તેમાંથી પણ ખાંડ તૈયાર કરવામાં આવે છે જેને ડેટ સુગર કહે છે તે ખૂબ જ હેલ્ધી હોય છે અને ઘરે પણ બનાવી શકાય છે. તે પાચનમાં મદદ કરે છે અને તેનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.