પેટની ગરમીને દુર કરવા ઉનાળામાં પીવો Mint Tea, આ ચા પીવાથી નહીં લાગે લૂ, ગરમીના કારણે થતી તકલીફો પણ થશે દુર

Healthy Drink For Summer: ફુદીનાનો ઉપયોગ કરીને તમે આ રીતે ચા બનાવશો અને ઉનાળા દરમિયાન રોજ તેનું સેવન કરશો તો ગરમીના કારણે થતી સમસ્યાઓ તમને થશે નહીં. આ ચા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે તેનું સેવન કરવાથી શરીરમાંથી ગરમી દૂર થઈ જાય છે. 

પેટની ગરમીને દુર કરવા ઉનાળામાં પીવો Mint Tea, આ ચા પીવાથી નહીં લાગે લૂ, ગરમીના કારણે થતી તકલીફો પણ થશે દુર

Healthy Drink For Summer: ફુદીનો વિટામિન સી, વિટામીન એ અને વિટામીન બી કોમ્પ્લેક્સ જેવા ગુણથી ભરપૂર હોય છે. ફુદીનામાં એવા ઘણા ગુણ હોય છે જેના કારણે તમે ફુદીનાનું સેવન કરો એટલે શરીર તાજગી અનુભવે છે. ફુદીનામાં મેન્થોલ અને લીનોનેન જેવા એસેન્સિઅલ ઓઇલ પણ હોય છે જે પેટ સંબંધિત સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તમે ફુદીનાની ચટણી તો ઘણી વખત ખાઈ હશે પરંતુ શું તમે જાણો છો કે તમે ફુદીનામાંથી ચા બનાવી શકો છો ? ફુદીનાનો ઉપયોગ કરીને તમે આ રીતે ચા બનાવશો અને ઉનાળા દરમિયાન રોજ તેનું સેવન કરશો તો ગરમીના કારણે થતી સમસ્યાઓ તમને થશે નહીં. આ ચા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે તેનું સેવન કરવાથી શરીરમાંથી ગરમી દૂર થઈ જાય છે. તે પેટની ગરમીને પણ દૂર કરે છે અને ગેસ, એસીડીટી જેવી સમસ્યાને પણ મટાડે છે. 

આ પણ વાંચો:

મિંટ ટી માટેની સામગ્રી

બે કપ પાણી
ફુદીનાના તાજા પાન
એક ચમચી મધ
આઈસ ક્યુબ
લીંબુ

મિંટ ટી બનાવવાની રીત

સૌથી પહેલા એક વાસણમાં પાણી ઉમેરી અને તેને બરાબર ઉકાળો. પાણી ઉકળી જાય પછી તેમાં ફુદીનાના પાન ઉમેરી અને પાંચ મિનિટ ધીમી આંચ પર ઉકાળો. પાંચ મિનિટ પછી ગેસને બંધ કરી દો અને પાણીને થોડું ઠંડુ થવા દો. હવે તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરો અને ગ્લાસમાં કાઢી લો. ચા એકદમ ઠંડી થઈ જાય પછી તેમાં આઈસ ક્યુબ ઉમેરી તેને સર્વ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news