Stomach Cleaning Tips: એવું કહેવામાં આવે છે કે, જો માણસનું પેટ સારૂ રહે તો તેનું આખુ શરીર સ્વસ્થ રહે છે. પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે સૌથી વધારે જરૂરી છે તમારા મોટા આંતરડાને હેલ્ધી રાખો. આ માટે કોલોન (મોટા આંતરડા) ને સાફ રાખવું ખુબ જ જરૂરી છે નહીં તો પેટના અનેક રોગ થાય છે. આ એટલા માટે થયા છે કેમ કે, કોલોનમાં ખુબ જ ગંદકી ભરાઈ જાય છે જેના કારણે શરીરમાં અડધાથી વધુ બીમારીઓ જન્મે છે. જોકે, તમારું કોલોન સાફ છે તો તમે ઘણી ગંભીર બીમારીઓને દૂર રાખી શકો છો. પેટ સાફ રાખવાથી શરીરમાં મેટાબોલિઝમ સિસ્ટમ બૂસ્ટેડ રહે છે. તો તમે કોઈપણ રીતે તમારા પેટની નેચરલ સફાઈ કરી શકો છો. આવો આ વિશે જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હુંફાળું પાણી
આંતરડા સાફ રાખવા માટે હુંફાળું પાણી ફાયદાકારક છે. દરરોજ સવારે ઉઠીને ઓછામાં ઓછા બે ગ્લાસ હુંફાળું પાણી તમારે જરૂર પીવું જોઇએ. પેટની નેચરલ સફાઈ કરવા માટે આ એક ખુબ સારી રીત છે.


આ પણ વાંચો:- અનુપમામાં આવશે મોટો ટ્વિસ્ટ, તોષુનું સત્ય બહાર આવતા કિંજલના પગતળે સરકી જશે જમીન?


દૂધ
દૂઘથી આંતરડાની યોગ્ય સફાઈ થાય છે. તમે દરરોજ સવારે નાશ્તાના સમયે એક ગ્લાસ દૂધ જરૂર પીવો. મિલ્કમાં કેલ્શિયમ મળે છે જે આપણા હાડકાઓને મજબૂત કરવામાં મદદ કરે છે.


આ પણ વાંચો:- RBI: 22 સપ્ટેમ્બરથી બંધ થઈ જશે આ બેંક, ગ્રાહકો નહીં ઉપાડી શકે તેમના પૈસા


વેજીટેબલ જ્યૂસ
શાકભાજીના જ્યૂસ આંતરડાને સારી રીતે સાફ કરે છે અને તમામ પ્રકારની ગંદકી દૂર કરે છે. તમે બીટ, કારેલા, આદુ, ગોળ, ટામેટા અને પાલક વગેરેના જ્યૂસ પી શકો છો.


આ પણ વાંચો:- ક્રિકેટ લવર શું તમને ખબર છે આ વાત, જેને કહેવાય છે ઇતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ


હાઈ ફાઈબર
તમારે હાઈ ફાઈબર ફૂડ જેવા કે, સફરજન, નારંગી, કાકડી અથવા એલોવેરાને તમારા ડાયટમાં સામેલ કરવું જોઇએ. ફાઈબર રિચ ફૂડ પેટને ખુબ સારી રીતે સાફ કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)