RBI: 22 સપ્ટેમ્બરથી બંધ થઈ જશે આ બેંક, ગ્રાહકો નહીં ઉપાડી શકે તેમના પૈસા
Reserve Bank Of India: જો તમારું પણ બેંકમાં ખાતુ છે તો જાણી લો રિઝર્વ બેંક ટુંક સમયમાં એક બેંકને બંધ કરવા જઈ રહી છે. જાણો ગ્રાહકોના પૈસાનું હવે શું થશે...
Trending Photos
RBI Cancelled Bank License: બેંકમાં ખાતુ રાખનાર કરોડો ગ્રાહક માટે મોટા સમાચાર છે. જો તમારું પણ બેંકમાં ખાતુ છે તો જાણી લો કે રિઝર્વ બેંક ટુંક સમયમાં એક બેંકને બંધ કરવા જઈ રહી છે. આરબીઆઇ તરફથી બેંક માટે ઘણા પ્રકારના નિર્દેશ જાહેર કરવામાં આવે છે. જેનું તમામ બેંકે પાલન કરવાનું હોય છે. સાથે જ આરબીઆઇ જ બેંકો માટે તમામ પ્રકારના દિશાનિર્દેશ તૈયાર કરે છે.
22 સપ્ટેમ્બરથી બંધ થઈ જશે બેંક
તમને જણાવી દઈએ કે, આરબીઆઇ દ્વારા અત્યાર સુધી ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓના લાઈસન્સ કેન્સલ કરવામાં આવ્યા છે. ત્યારે હવે રિઝર્વ બેંકે વધુ એક બેંકનું લાઈસન્સ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઇના આ નિર્ણય બાદ 22 સપ્ટેમ્બર એટલે કે આ મહિનાથી આ બેંક બંધ થઈ જશે.
આરબીઆઇએ કેન્સલ કર્યું લાઈસન્સ
આરબીઆઇએ ઓગસ્ટમાં પુણે સ્થિત રૂપી સસહકારી બેંક લિમિટેડનું લાઈસન્સ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો હતો. જણાવી દઈએ કે, આરબીઆઅના નિર્ણય બાદ 22 સપ્ટેમ્બરથી આ બેંકની બેંકિંગ સેવાઓ બંધ થઈ જશે, જે પણ ગ્રાહકોના પૈસા આ બેંકમાં છે તે તમામ માટે આ જરૂરી સમાચાર છે.
કેમ કેન્સલ કરવામાં આવ્યું લાઇસન્સ
રિઝર્વ બેંકે જણાવ્યું કે, બેંક 22 સપ્ટેમ્બરના પોતાનો કારોબાર બંધ કરી દેશે. ત્યારબાદ ગ્રાહક ના પોતાના પૈસા જમા કરાવી શકશે અને ના ઉપાડી શકશે. આ ઉપરાંત કોઈપણ પ્રકારના ફાઈનાન્શિયલ ટ્રાન્જેક્શન પણ કરી શકશે નહીં. આરબીઆઇએ જણાવ્યું કે, બેંક પાસે પૂરતી મૂડી અને વધુ કમાણીની સંભાવનાઓ નથી. આ કારણથી બેંકનું લાઇસન્સ કેન્સલ કરવામાં આવી રહ્યું છે.
મળશે 5 લાખ રૂપિયા
રિઝર્વ બેંકના નિયમ અનુસાર, બેંકિંગ નિયમન અધિનિયમ 1949 ની કમલ 56 સાથે કલમ 11(1) અને કલમ 22 (3)(ડી) ના જોગવાઈઓનું પાલન કરતું નથી. બેંક કલમ 22(3) (એ), 22 (3) (બી), 22 (3) (સી), 22 (3) (ડી) અને 22 (3) (ઈ) નું પાલન કરવામાં નિષ્ફળ ચે. ડીઆઇસીજીસી અધિનિયમ 1961 ની જોગવાઈઓની આધિન પ્રત્યેક ડિપોઝિટર્સ રૂપિયા 5 લાખ સુધી જમા વીમા દાવા રાશિ પ્રાપ્ત કરવાનો હકદાર હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે