Tips For Sound Sleep: રાત્રે સમયસર ઊંઘ ન આવવી અને જરૂરી છે એટલા કલાક ઊંઘ ન થવાથી શરીરમાં ઘણી બધી બીમારીઓ વધવાનું જોખમ ઊભું થાય છે. જો નિયમિત રીતે મોડી રાત સુધી ઊંઘ ન આવતી હોય તો તે પણ બીમારી બની શકે છે. નિયમિત રીતે જો ઊંઘ ઓછી થતી હોય તો બ્લડ પ્રેશર સહિતની લાઈફસ્ટાઈલ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. તેથી પ્રયત્ન કરવો કે સમયસર ઊંઘી જવું તેમ છતાં જો તમને મોડી રાત સુધી ઊંઘ ન આવે તો આ ટિપ્સ ફોલો કરી શકો છો તેને ટ્રાય કરવાથી ઊંઘ ઝડપથી આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ ફળ વિશે જાણો છો? ડાયાબિટીસના દર્દી માટે છે બેસ્ટ, જાણો તેનાથી થતાં ફાયદા વિશે


ગરમીમાં થતી શરદી અને ઉધરસ મટાડવા માટે બેસ્ટ છે આ આયુર્વેદિક નુસખા, તુરંત કરે છે અસર


Raw Banana Benefits: ડાયાબિટીસમાં બિંદાસ ખાઈ શકાય છે કાચા કેળા, થાય છે અઢળક ફાયદા


- રાત્રે સુતા પહેલા નહાવાનું રાખો. નહાવાથી ઘણા બધા ફાયદા થાય છે તેનાથી તમે ફ્રેશ ફિલ કરો છો અને ઊંઘ પણ ઝડપથી આવે છે. જો નહાવું શક્ય ન હોય તો હાથ પગ ધોવાની આદત પાડો.


- પગના તળિયામાં કોઈપણ તેલથી પાંચ મિનિટ સુધી માલિશ કરવાથી પણ ઊંઘ ઝડપથી આવે છે. પગના તળિયામાં એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે જેના ઉપર ઓઇલ મસાજ કરવાથી શરીરને આરામ મળે છે. 


- સુતા પહેલા હુંફાળું દૂધ પીવાથી પણ ઊંઘ ઝડપથી અને સારી આવે છે. તમે હૂંફાળા દૂધમાં ચપટી હળદર પણ ઉમેરી શકો છો.


- સુતા પહેલા બેડને બરાબર સાફ કરવો. સાફ બેડ ઉપર ઊંઘ ઝડપ થી આવે છે. સુતા પહેલા લાઈટ પણ ઓછી કરી દેવી જેથી ઊંઘ ઝડપથી આવે.


- સુવાના એક કલાક પહેલાથી મોબાઇલ અને ટીવી બંધ કરી દેવા જોઈએ. આ બંને વસ્તુથી મગજ વધારે એક્ટિવ રહે છે અને ઊંઘ આવતી નથી. આજ કારણ છે કે સુતા પહેલા હાથમાં મોબાઈલ લીધો હોય તો કલાકો સુધી તમે વિડીયો જોયા કરો છો પણ ઊંઘ આવતી નથી.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)