આ ફળ વિશે જાણો છો ? ડાયાબિટીસના દર્દી માટે છે બેસ્ટ, જાણો તેનાથી થતાં સ્વાસ્થ્ય લાભ વિશે

Health Benefit of Madras Thorn: ઘણા લોકો એવા છે જેને આ ફળ વિશે વધારે જાણકારી નથી. આ ફળ સ્વાદમાં મીઠું હોય છે અને સાથે જ સ્વાસ્થ્ય માટે અન્ય ફળ જેટલું જ ફાયદાકારક છે. જલેબી જેવું ગોળ ગોળ આ ફળ જંગલમાં ઉગે છે. તેને જંગલ જલેબી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોરસ આમલીને મદ્રાસ થોર્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. 

આ ફળ વિશે જાણો છો ? ડાયાબિટીસના દર્દી માટે છે બેસ્ટ, જાણો તેનાથી થતાં સ્વાસ્થ્ય લાભ વિશે

Health Benefit of Madras Thorn: ગોરસ આમલી તો તમે પણ ખાધી હશે. જોકે ઘણા લોકો એવા છે જેને આ ફળ વિશે વધારે જાણકારી નથી. આ ફળ સ્વાદમાં મીઠું હોય છે અને સાથે જ સ્વાસ્થ્ય માટે અન્ય ફળ જેટલું જ ફાયદાકારક છે. જલેબી જેવું ગોળ ગોળ આ ફળ જંગલમાં ઉગે છે. તેને જંગલ જલેબી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોરસ આમલીને મદ્રાસ થોર્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતભરમાં આ ફળ મળી આવે છે. જોકે તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. નામ ભલે અલગ હોય પરંતુ તેને ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા ફાયદા થાય છે. 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ગોરસ આમલીમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. ગોરસ આમલી વિટામિન સી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, થાઈમીન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. 

આ પણ વાંચો: 

ગોરસ આમલીથી થતા લાભ

- ગોરસ આમલીમાં પોષક તત્વો અને વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે તેથી તેનું સેવન કરવાથી રોગપ્રતિકાર ક્ષમતા વધે છે. 

- ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ગોરસ આમલી ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને તે એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. ગોરસ આમલીને ફળ તરીકે અને તેનું જ્યુસ બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. તેના પાંદડા નો અર્ક પણ ડાયાબિટીસમાં લાભ કરે છે.

- પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ગોરસ આમલી ખાવાથી તે દૂર થાય છે. તેનાથી પાચનશક્તિ મજબૂત રહે છે અને પેટ સંબંધિત રોગોથી બચાવ થાય છે.

- ગોરસ આમલી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ને વધતું અટકાવવામાં અને ગુડ કોલેસ્ટ્રોલ ને વધારવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓ થી બચી શકાય છે. તેમાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે તેથી હૃદયના રોગીઓ માટે આ ફળ ફાયદાકારક સાબિત થાય છે.

- જે લોકોમાં રક્તની ઉણપ હોય તેમણે પણ ગોરસ આમલી ખાવી જોઈએ. તેમાં આયરનનું પ્રમાણ વધારે હોય છે તેથી તેનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યા દૂર કરી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news