ગરમીમાં થતી શરદી અને ઉધરસ મટાડવા માટે બેસ્ટ છે આ આયુર્વેદિક નુસખા, તુરંત કરે છે અસર

Cough And Cold Remedies: જોકે આ સિઝનમાં તકેદારી રાખ્યા છતાં પણ જો તમને શરદી ઉધરસ થઈ જાય તો તેને મટાડવાના કેટલાક આયુર્વેદિક ઉપચાર તમને જણાવીએ. આ આયુર્વેદિક ઉપચારથી શરદી ઉધરસ જેવી તકલીફથી ઝડપથી રાહત મળે છે. 

ગરમીમાં થતી શરદી અને ઉધરસ મટાડવા માટે બેસ્ટ છે આ આયુર્વેદિક નુસખા, તુરંત કરે છે અસર

Cough And Cold Remedies: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તેમ છતાં વાતાવરણમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે. આવી સિઝનમાં શરદી ઉધરસ જેવી બીમારીઓ વધારે ફેલાવવા લાગી છે. સીઝનલ બીમારીઓ તુરંત ફેલાય છે અને તે એકવાર થાય પછી ઝડપથી મટતી પણ નથી. સીઝનલ બીમારીઓથી બચવું હોય તો જરૂરી છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. તેથી આહાર ઉપર ખાસ ધ્યાન રાખવું. જોકે આ સિઝનમાં તકેદારી રાખ્યા છતાં પણ જો તમને શરદી ઉધરસ થઈ જાય તો તેને મટાડવાના કેટલાક આયુર્વેદિક ઉપચાર તમને જણાવીએ. આ આયુર્વેદિક ઉપચારથી શરદી ઉધરસ જેવી તકલીફથી ઝડપથી રાહત મળે છે. 

આ પણ વાંચો:

ગળાનો દુખાવો દૂર કરવા

શરદી ઉધરસ ના કારણે ગળામાં દુખાવો રહે છે અને પાણી પીવાથી પણ તકલીફ થવા લાગે છે. આવી સ્થિતિમાં એક લીટર પાણીમાં એક ચમચી સૂંઠનો પાઉડર ઉમેરી બરાબર ઉકાળી લેવું. આ પાણીને ગાડી અને બોટલમાં ભરી લેવું. દિવસ દરમિયાન આ પાણી પીવાથી ગળામાં થતી તકલીફ મટી જશે.

શરદી ઉધરસ મટાડવા માટે

જો તમને સતત ઉધરસ આવતી હોય અને શરદી પણ હોય તો આ ઉપચાર કરવો. કાળા મરી પીપળી અને સૂંઠ પાવડરને બરાબર માત્રામાં લઈને ચૂર્ણ બનાવી લેવું. હવે દિવસ દરમિયાન બે કે ત્રણ વખત આ ચૂર્ણને મધ ઉમેરીને ચાટી જવું. આ ચૂર્ણ લીધા પછી 30 મિનિટ પાણી પીવું નહીં. 

ગળાનું ઇન્ફેક્શન મટાડવા

જો ઉધરસ ના કારણે તમને ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું હોય અને સખત દુખાવો રહેતો હોય તો હળદરના પાણીના કોગળા કરવા. તેના માટે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી હળદર ઉમેરીને તેનાથી દિવસમાં બે થી ત્રણ વખત કોગળા કરવા.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news