Drinking Water While Eating Food Bad Or Good For Health: ઘણા લોકોને જમતી વખતે પાણી પીવાની આદત હોય છે. કેટલાક લોકો એવા છે કે જેઓ વધુ પડતું પાણી પીવાને કારણે પોતાનું ભોજન પૂરું કરી શકતા નથી. આપણા ઘરના વડીલો હંમેશા સલાહ આપે છે કે ભોજન કરતી વખતે પાણી ન પીવું જોઈએ. કારણ કે આવું કરવાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે અને તમારા માટે ઘણી શારીરિક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. જો કે પાણી તમને ખોરાક પચાવવામાં મદદ કરે છે, પરંતુ ખોરાક ખાતી વખતે વધુ પાણી પીવાથી પણ તમારા પર વિપરીત અસર થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 5 વસ્તુઓ સાથે કારેલા ખાશો તો સમજો શરીરને ફાયદાને બદલે થશે નુકસાન
પરવળ એવી સબ્જી જે બ્લડ પ્યૂરીફાઇ કરે છે, પરંતુ તેને ખાવાથી થાય છે આ નુકસાન
ઓછા ખર્ચમાં એપ્પલ બોરની ખેતી કરી 6 મહિનામાં જ કરો તગડી કમાણી, આ રીતે થાય છે ખેતી


એક્સપર્ટનું માનીએ પાણી પીવાનો યોગ્ય સમય જમ્યાના 30 મિનિટ પહેલા અથવા 30 મિનિટ પછી છે. પાચન દરમિયાન, આપણા પેટમાં રહેલું એસિડ ખાવામાં આવનાર ખોરાકને તોડવામાં મદદ કરે છે. જો કે, જ્યારે તમે જમતી વખતે પાણીનું સેવન કરો છો, તો તેના કારણે પેટમાં એસિડ પાતળું થઈ જાય છે, જેના કારણે ખોરાકને પચાવવામાં સમસ્યા થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આમ કરવાથી પાચન પ્રક્રિયા પર ખરાબ અસર પડે છે.


Car Tips: શું તમને મુસાફરી દરમિયાન થાય છે Vomiting, આ રહ્યો રામબાણ 'ઇલાજ'
20 વર્ષ સુધી એશ કરાવે છે આ ગ્રહની મહાદશા, રાજા જેવું જીવે છે જીવન


થઇ શકે છે એસિડિટી?
કેટલાક લોકો એવું પણ માને છે કે જમતી વખતે પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થાય છે. જો કે, હજી સુધી આ સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી. આવી સ્થિતિમાં એ કહેવું મુશ્કેલ છે કે જમતી વખતે પાણી પીવાથી એસિડિટી થઈ શકે છે.


આ ટોટકાથી ધનથી ભરેલી રહેશે તિજોરી, આ છે ધન પ્રાપ્તિના ચમત્કારી ઉપાય
Sunroof Car ખરીદતાં પહેલાં જાણી લેજો ફાયદા અને ગેરફાયદા, 90% ટકા લોકો છે અજાણ
Diet Chart: રહેવું છે તાજુ-માજુ અને તંદુરસ્ત તો ફોલો કરો ICMR નો My Plate કોન્સેપ્ટ


વધી શકે છે વજન!
પાણી વિશે એવું પણ કહેવાય છે કે જમતી વખતે પાણી પીવાથી વજન પણ ઝડપથી વધે છે. આ સિવાય જો તમે ખાવાની સાથે કોઈ જ્યુસ કે ખાંડયુક્ત પીણું પીતા હોવ તો વજન વધવાનો ખતરો વધી જાય છે. ભોજન કરતી વખતે વધુ પાણી પીવાથી તમારું પેટ વધારે ભરાય છે, જેના કારણે ઘણી બધી શારીરિક સમસ્યાઓ ચિંતાનું કારણ બની જાય છે.


ઝડપથી ભારતની નાગરિકતા છોડી રહ્યા છે લોકો... જાણો જૂન સુધી કેટલા લોકોએ છોડ્યો દેશ
ગુજરાતી 'ભાઇ' અને 'બેન' માટે પાસપોર્ટ બનાવવામાં પડે છે મુશ્કેલી! જાણો કેમ?


સંશોધન શું કહે છે?
ખોરાકની સાથે પીવાના પાણીને લઈને કોઈ સંશોધન સામે આવ્યું નથી, જેના આધારે કોઈ નિષ્કર્ષ કાઢી શકાય. એવા પણ કોઈ મજબૂત પુરાવા નથી કે ભોજન દરમિયાન પાણી પીવાથી પાચન પ્રક્રિયા, પેટના એંટાઇન્સ અને એસિડ પર ખરાબ અસર પડે છે. જો કે, કેટલાક અભ્યાસોમાં, ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ (GERD) થી પીડિત લોકોને જમતી વખતે પાણી પીવાની મનાઈ કરવામાં આવી છે. 2014નો અભ્યાસ જણાવે છે કે GERD થી પીડિત લોકોએ ખોરાક લેતી વખતે કોઈપણ પ્રવાહીનું સેવન ન કરવું જોઈએ.


Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube