નવી દિલ્હીઃ શિયાળામાં(Winter Season) માત્ર ગરમ કપડાથી ઠંડીથી બચી શકાય નહીં, પરંતુ શરીરના અંદરમાં પણ ગરમી(Hit) અને ઈમ્યુનિટી(Immunity) હોવી જરૂરી છે. શિયાળા દરમિયાન તમારે ખોરાકમાં(Diet) કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જેથી તમારી રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય. શિયાળામાં ગરમ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયાળામાં(Winter) લોકોને શરદી-ખાંસીની(Cold-Cough) સાથે-સાથે કબજિયાત(Constipation ), અસ્થમા (Asthma), એસિડીટી(Acidity) જેવી સમસ્યાઓ પણ વધુ રહેતી હોય છે. આવી સ્થિતિમાં આ બે વસ્તુઓ શિયાળામાં તમારા માટે ઉપરોક્ત બિમારીઓમાં રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. તેને તમારા ખોરાકમાં અનિવાર્યપણે સામેલ કરવી જોઈએ.  


Weight loss tips: આ 10 સરળ ટિપ્સ અજમાવો અને ડાયેટિંગ કર્યા વગર ફટાફટ ઉતારો વજન


1. પેઠા 
પેઠા ખાવાથી શિયાળામાં તમારા શરીરને ઘણો જ ફાયદો થાય છે. અસ્થમાની સમસ્યા ધાવતા લોકો માટે પેઠા એક દવા જેટલા જ અસરકારક છે. પેઠા ખાવાથી ફેફસાને રાહત મળશે અને અસ્થમાના દર્દીઓને ફાયદો થશે. પેઠામાં ખનિજ, વિટામિન, આયરન, કેલ્શિયમ, સલ્ફર, ફોસ્ફરસ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. પેઠાથી તમારા શરીરની પાચનશક્તિ વધે છે, કબજિયાત દૂર થાય છે, નબળાઈ દૂર થાય છે અને યાદશક્તિ વધુ તેજ બને છે. 


કડકડતી ઠંડી પડે ત્યારે એક ચમચી મધનું ખાસ કરો સેવન, થશે આ 11 ચમત્કારિક ફાયદા


2. ગોળ 
શિયાળામાં શરદી-ખાંસી સર્વસામાન્ય સમસ્યા છે. ગોળ તમને આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે. ગોળની તાસીર ગરમ હોવાના કારણે તે શરદી-ખાંસીથી બચાવે છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફસ, આયરન, વિટામિન્સ અને કોપર જેવા પોષક તત્વો હોય છે. તેના સેવનથી એનિમિયા જેવી બિમારીઓમાં રાહત મળે છે. જો કોઈને લોહીની ઉણપની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે. આ સાથે જ અસ્થમા અનેડીબી જેવી શ્વાસોચ્છવાસ સંબંધિત બિમારીઓમાં પણ ગોળનું સેવન ફાયદાકારક રહે છે. ગોળ રોગપ્રતિકાર શક્તિમાં પણ વધારો કરે છે અને શારીરિક શક્તિ પણ વધારે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


આરોગ્ય સંબંધિત વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....