નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ગલવાન ખાડીમાં પેટ્રોલિંગ પોઇન્ટ નંબર 14 પર જ્યારે ચિની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકોએ ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો, ત્યારે તેમની સંખ્યા પીએલએની અપેક્ષા કરાત માત્ર 1:5 હતી. 6થી 7 કલાક સુધી ગલવાન નદીની પાસે થયેલા સંઘર્ષની વાત કરતા ભારતીય સેનાના એક અધિકારીએ કહ્યું કે, અમારી સંખ્યા ઓછી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને પક્ષોની વચ્ચે સોમવાર રાત્રે થયેલા સંઘર્ષ વિશે સરકારના સૂત્રોનું કહેવું છે કે ચીનના સૈનિકોએ ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો.


આ પણ વાંચો:- જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય, તેનો મુંહતોડ જવાબ આપીશું: PM મોદી


સૂત્રોએ બુધવારે કહ્યું કે, ભારતીય સૈનિકોની સામે સંખ્યા વધારવામાં આવી હતી. તેમ છતાં ભારતીય પક્ષે પીએલએનો સામનો કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય સૈનિકોની સંખ્યા ચીનના સૈનિકોની સંખ્યાના માત્ર 1:5 હતી.


એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ચીને ભારતીય સૈનિકોની જાણકારી મેળવવા માટે થર્મલ ઇમેજિંગ ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો.


સરકારી સૂત્રોએ કહ્યું કે, અમારી યાદમાં આ ચીનના સૈન્ય દ્વારા ભારતીય સેનાના જવાનો પર કરવામાં આવેલો સૌથી ઘાતક હુમલો હતો.


આ પણ વાંચો:- લદાખ હિંસા: જવાનોની શહાદત પર રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યું નિવેદન


સૂત્રોએ જણાવ્યું કે હુમલામાં શહીદ થયા કર્નલ સંતોષ બાબૂ તે જોવા માટે ગયા હતા કે ચીનના સૈનિક સ્ટેન્ડ ઓફ સ્થિતિથી હટી ગયા છે કે નહીં. કેમ કે, આ કરવાનું તેમના તરફથી વચન આપવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે સંતોષબાબુ તે સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં શિબિર જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે પીએલએના સૈનિકો રોષે ભરાયા હતા.


ચીનના સૈનિકોએ ભારતીય સૈનિકો પર ઘાતક હુમલો કર્યો હતો.


આ પણ વાંચો:- કર્નલ સંતોષ બાબુના માતાને પુત્રની શહાદત પર ગર્વ, પણ આ એક વાતનું દુ:ખ


ભારતીય સેનાએ કહ્યું કે, ભારતીય સૈનિક તે સ્થળ પર ગયા હતા, જ્યાં તણાવ થયો હતો. ભારતીય જવાનો ત્યાં વગર કોઈ દુશ્મનીએ ચીની પક્ષ સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરીને ત્યાં ખાતરી કરવા માટે ગયા હતા કે તેઓ વચન મુજબ ડી-એસ્કેલેશન કરારનું પાલન કરી રહ્યા છે.


ભારતીય સેનાના અધિકારીએ આઇએએનએસને જણાવ્યું કે, પરંતુ તેઓ ફસાઈ ગયા અને ચીનના સૈનિકો દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો. તેમણે ભારતીય સૈનિકો પર હુમલો કરવા માટે તમામ પ્રકારના કાંટાળા તાર અને પત્થરોનો ઉપયોગ કર્યો હતો. "


આ પણ વાંચો:- લદાખ હિંસા: માર્યા ગયેલા ચીની સૈનિકોમાં કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ


સરકારી સૂત્રોએ કહ્યું કે, ભારતીય સેનાના કેટલાક જવાનો ગંભીર રીતથી ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.


સૂત્રોએ કહ્યું કે, શહીદ થનારા ભારતીય જવાનોની સંખ્યામાં હજી વધારો થઈ શકે છે, કેમ કે ગંભીર રીતથી ઘાયલ સૈનિકોની સંખ્યા 10થી વધારે છે.


ભારતીય સેનાના અધિકારીએ જો કે, સંખ્યા જણાવવાનો ઇનકાર કર્યો અને માત્ર એટલું જ કહ્યું કે, કેટલાક જવાનો ઘાયલ છે.


આ પણ વાંચો:- લદાખ: LAC પર લોહીયાળ સંઘર્ષ, PM મોદીએ તાબડતોબ બોલાવી સર્વપક્ષીય બેઠક


સરકારી સૂત્રોએ જણાવ્યું કે, મંગળારના ભારતીય હેલિકોપ્ટરોએ ગલવાન ખાડીમાં હુલા સ્થલથી જવાનોના પાર્થિવ દેહ અને ઘાયલ ભારતીય જવાનોને લાવવા માટે લગભગ 16 વખત ઉડાન ભરી હતી.


ભારતીય સેનાના જવાનોના 4 દેહ બુધવાર સવારે ગલવાન ઘાટીથી લેહ લાવવામાં આવ્યા. ભારતીય સેનાએ મંગળવારે કહ્યું હતું કે, ભારતીય સેનાના 20 જવાન (જેમાં અધિકારી પણ સામેલ છે) સોમવાર રાતે ગલવાન ખાડીમાં પીએલએના સૈનિકો સાથે એક અભૂતપૂર્વ હિંસક સંઘર્ષમાં શહીદ થયા છે.


સેનાએ એવું પણ કહ્યું કે, શહીદ થનારની સંખ્યા વધી શકે છે, કેમ કે, કેટલાક સૈનિકો ગંભીર રીતથી ઘાયલ થયા છે. (ઇનપુટ: આઇએએનએસ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube