કર્નલ સંતોષ બાબુના માતાને પુત્રની શહાદત પર ગર્વ, પણ આ એક વાતનું દુ:ખ

ચીન સાથે હિંસક ઝડપમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુ (B Santosh Babu)ના માતાને પોતાના પુત્રની શહાદત પર ગર્વ છે અને આ સાથે તેમને એક વાતનું દુ:ખ પણ છે કે તેમનો એકમાત્ર પુત્ર હવે ક્યારેય પાછો નહીં ફરે. કર્નલની શહાદતની જાણ થતા જ નાલગોન્ડા જિલ્લા (તેલંગણા)ના સૂર્યપેટ શહેરમાં માતમ છવાઈ ગયો હતો. 
કર્નલ સંતોષ બાબુના માતાને પુત્રની શહાદત પર ગર્વ, પણ આ એક વાતનું દુ:ખ

નવી દિલ્હી: ચીન સાથે હિંસક ઝડપમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુ (B Santosh Babu)ના માતાને પોતાના પુત્રની શહાદત પર ગર્વ છે અને આ સાથે તેમને એક વાતનું દુ:ખ પણ છે કે તેમનો એકમાત્ર પુત્ર હવે ક્યારેય પાછો નહીં ફરે. કર્નલની શહાદતની જાણ થતા જ નાલગોન્ડા જિલ્લા (તેલંગણા)ના સૂર્યપેટ શહેરમાં માતમ છવાઈ ગયો હતો. 

શહીદ કર્નલ સંતોષ બાબુના માતા મંજુલાએ કહ્યું કે, 'મને મારા પુત્ર પર ગર્વ છે. જેણે માતૃભૂમિ માટે બલિદાન આપ્યું પરંતુ એક માતા તરીકે હું આજે દુ:ખી છું.' કર્નલ સંતોષ 18 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતાં અને દોઢ વર્ષથી બોર્ડર પર તૈનાત હતાં. તેઓ પોતાની પાછળ પત્ની સંતોષી, એક 9 વર્ષની પુત્રી અભિનવ અને 4 વર્ષના પુત્ર અનિરૂદ્ધને છોડી ગયા છે. 

વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીની સૈનિકો સાથે થયેલી હિંસક ઝડપમાં ભારતીય સૈનિકોના શહીદ થયાના સમાચારથી આખો દેશ હચમચી ગયો છે. આ બધા વચ્ચે વિદેશ મંત્રાલય તરફથી કહેવાયું છે કે વરિષ્ઠ કમાન્ડરોએ 6 જૂન 2020ના રોજ એક બેઠક કરી હતી અને આ રીતે ડી-એસ્કેલેશન માટે એક પ્રક્રિયા પર સહમતિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ ગ્રાઉન્ડ કમાન્ડરો દ્વારા આ મામલે ઉકેલ લાવવા માટે અનેક બેઠકો યોજાઈ. અમને આશા હતી કે વિવાદ સરળતાથી આવી જશે પરંતુ ચીને આમ કર્યું નહીં. 

જુઓ LIVE TV

નિવેદનમાં એમ પણ કહેવાયું કે 15 જૂનના રોજ સાંજે અને રાતે ચીન તરફથી યથાસ્થિતિને બદલવાના પ્રયત્નના પરિણામે આ હિંસક ઝડપ થઈ. જેમાં બંને પક્ષોને નુકસાન પહોંચ્યું છે. આ અગાઉ વિદેશ મંત્રી એસ જયશંકરે પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી અને તેમને સ્થિતિ અંગે જાણ કરી. અહેવાલો મુજબ તેમની સાથે સેના પ્રમુખ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ હતાં.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news