લદાખ હિંસા: જવાનોની શહાદત પર રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યું નિવેદન

લદાખની ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપ પર રક્ષામંત્રી રાજનાથનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે શહીદ થયેલા સૈનિકો માટે દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે કહ્યું કે જવાનોની શહાદતને દેશ ક્યારેય ભૂલશે નહીં. ચીન તરફથી થયેલી હિંસામાં ભારતે પોતાના 20 જવાનો ગુમાવ્યાં છે. આ આંકડો વધી પણ શકે છે. આ હિંસામાં ચીનને પણ મોટું નુકસાન થયું છે. તેને 40થી વધુ સૈનિકોનું નુકસાન થયું હોવાનું કહેવાય છે. 
લદાખ હિંસા: જવાનોની શહાદત પર રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યું નિવેદન

નવી દિલ્હી: લદાખની ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપ પર રક્ષામંત્રી રાજનાથનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે શહીદ થયેલા સૈનિકો માટે દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે કહ્યું કે જવાનોની શહાદતને દેશ ક્યારેય ભૂલશે નહીં. ચીન તરફથી થયેલી હિંસામાં ભારતે પોતાના 20 જવાનો ગુમાવ્યાં છે. આ આંકડો વધી પણ શકે છે. આ હિંસામાં ચીનને પણ મોટું નુકસાન થયું છે. તેને 40થી વધુ સૈનિકોનું નુકસાન થયું હોવાનું કહેવાય છે. 

રાજનાથ સિંહે કહ્યું કે ગલવાનમાં સૈનિકોની શહાદત ખુબ દુ:ખદ અને પરેશાન કરનારી છે. જવાનોએ બહાદુરી દાખવતા પોતાની ફરજ નિભાવી અને શહીદ થયા. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે દેશ જવાનોની શહાદતને ક્યારેય ભૂલશે નહીં અને હું શહીદોના પરિવારની સાથે છું. મુશ્કેલ સમયમાં દેશ તેમની જોડે ખભેથી ખભો મેળવીને ઊભો છે. અમને ભારતીય સૈનિકોની બહાદુરી પર ગર્વ છે. 

— Rajnath Singh (@rajnathsingh) June 17, 2020

તરત એક્શનમાં આવ્યાં હતાં રાજનાથ સિંહ
મંગળવારે જેવી લદાખ સરહદે હિંસક ઝડપની ખબર આવી કે તરત જ રાજનાથ સિંહની બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો. મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહે શીર્ષ સૈન્ય અધિકારીઓ સાથે સતત બે બેઠકો યોજી હતી. બેઠકો બાદ રાજનાથ સિંહે સમગ્ર સ્થિતિનો ચિતાર પીએમ મોદીને આપ્યો હતો. 

જુઓ LIVE TV

રાજનાથ સિંહે વિદેશ મંત્રી એસ જયશંકર, સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક કરી હતી. જેમાં પૂર્વ લદાખમાં ગ્રાઉન્ડ સ્તરે હાલાતની વ્યાપક સમીક્ષા કરાઈ. કોઈ પણ હાલાતને પહોંચી વળવા માટે ભારતની તૈયારીઓ ઉપર પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રક્ષામંત્રીએ બપોરે વિદેશ મંત્રી જયશંકર, આર્મી ચીફ જનરલ એમ એમ નરવણે, સીડીએસ બિપિન રાવત સાથે એક વધુ બેઠક યોજી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news